ETV Bharat / state

ફિલ્મ ‘ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ના શુટિંગ માટે અજય અને સોનાક્ષી પહોંચ્યા કચ્છ - Shooting

કચ્છ: બોલીવુડની આગામી ફિલ્મ 'ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ના શુટિંગ માટે ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા કચ્છ પહોંચ્યા છે. બન્ને બોલીવુડ સ્ટાર ખાનગી વિમાન દ્વારા તેઓ મુંદ્રા ખાતે પહોંચ્યા હતા. કચ્છમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 1971ના ઈન્ડો-પાક યુદ્ધની સત્ય ઘટના પર આધારિત છે.

Ajay Devgn Sonakshi Sinha arrive in Kutch
author img

By

Published : Jul 24, 2019, 9:11 PM IST

ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધ સમયે પાકિસ્તાનના બોમ્બ મારામાં ભૂજ એરપોર્ટની રન વે ને મોટું નુકશાન થયું હતું. આ સમયે રન વે તૈયાર ન થાય તો ભારતને યુદ્દમાં નુકશાન થઈ શકે તે સ્થિતીમાં કચ્છના ભુજ નજીકના માધાપર ગામની વિરાંગના મહિલાઓએ સાહસ કર્યુ હતું. મહિલાઓએ બે મહિનાનું કામ 6 દિવસમાં પૂર્ણ કરી રન વે તૈયાર કર્યો હતો. આ હકીકત અને સાહસને કચકડે કંડારવામાં આવી રહી છે. જેના શુટિંગ માટે ફિલ્મ કલાકારો કચ્છ પહોંચ્યા છે.

ફિલ્મ ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના શુટિંગ કચ્છમાં શરુ

માંડવી તાલુકાના કાઠડા ગામના રસ્તે આવેલી એરસ્ટ્રીપ ખાતે દેશભક્તિ ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શુટિંગ થશે. જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ફિલ્મના શુટિંગ માટે 60થી 70 વ્યકિતઓનો કાફલો વ્યસ્ત બન્યો છે. 1971-72ના યુદ્ધમાં માધાપરની વિરાંગનાઓનો ઇતિહાસ દર્શાવતી કચ્છમાં આ ફિલ્મનું શુંટિગ 15થી 20 દિવસ સુધી ચાલશે.

જેમાં અન્ય સ્ટાર કલાકારો પણ જોડાશે. આ ફિલ્મના શૂટિંગ માટે વિમાન અને કિલ્લાનો સેટ તૈયાર કરવા કાફલો કામે લાગ્યો છે. આ ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, પરિણીતી ચોપરા અને એમી વિર્ક સામેલ છે. કાઠડા નજીક આવેલા વિજયવિલાસ પેલેસ, માંડવી દરિયા કિનારે તેમજ આસપાસના વિસ્તારમાં લગાન , હમ દિલ દે ચૂકે સનમ, સહિતની સફળ ફિલ્મોનું પણ શૂટિંગ થયું છે. ફિલ્મ 14 ઓગસ્ટ, 2020ના રોજ રિલીઝ થશે.

Intro:બોલીવુડની આગામી ફિલ્મ ભૂજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના શુંટિગ માટે આજે ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા આજે કચ્છ પહોંચ્યા છે. મુંદરા ખાતે ખાનગી વિમાન વડે તેઓ પહોંચ્યા હતા જયાં તેમનું સ્વાગત કરાયું હતું.
Body:ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધ સમયે પાકિસ્તાનના બોમ્બ મારામાં ભૂજ એરપોર્ટની રન વેને મોટું નુકશાન થયું હતું. આ સમયે રન વે તૈયાર ન થાય તો ભારતને યુદ્દમાં નુકશાન થઈ શકે તે સ્થિતીમાં કચ્છના ભુજ નજીકના માધાપર ગામની વિરાંગના મહિલાઓએ સાહસ કરીને બે મહિનાનું કામ 6ણ દિવસમાં પુરૂ કરીને રન વે તૈયાર કરી આપ્યો હતો. આ હકીકત અને સાહસને કચકડે કંડારવામાં આવી રહી છે. જેના શુટિંગ માટે આજે આ ફિલ્મ કલાકારો કચ્છ પહોંચ્યા છે.

માંડવી તાલુકાના કાઠડા ગામના રસ્તે આવેલી એરસ્ટ્રીપ ખાતે દેશભક્તિ ફિલ્મ `ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'નું શૂટિંગ થશે, જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે આવતીકાલથી શુંટિગ શરૂ થસે. જેના માટે હાલમાં 60થી 70 વ્યકિતઓનો કાફલો વ્યસ્ત બન્યો છે. અંગત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 1971-72ના યુદ્ધમાં માધાપરની વિરાંગનાઓનો ઇતિહાસ દર્શાવતી આ ફિલ્મ કચ્છમાં ઉભા કરાયેલા સેટમાં 15થી 20 દિવસ સુધી આ શૂટિંગ ચાલશે. જેમાં અન્ય સ્ટાર કલાકારો પણ જોડાશે. હાલમાં આ ફિલ્મના' શૂટિંગ માટે વિમાન અને કિલ્લાનો સેટ તૈયાર કરવા રાત-દિવસ મોટો કાફલો કામે લાગ્યો છે. અત્રે ઉલ્લેખનીય કે ભૂતકાળમાં કાઠડા નજીક આવેલા વિજયવિલાસ પેલેસ, માંડવી દરિયા કિનારે તથા આજુબાજુના વિસ્તારમાં `લગાન' `હમ દિલ દે ચૂકે સનમ' સહિતની સફળ ફિલ્મોનું પણ શૂટિંગ થયું છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.