ETV Bharat / state

આત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુથી ભભૂક્યો રોષ, પ્રિન્સીપાલનું ચોંકાવનારુ નિવેદન - Kutchi Leva Patel Nursing Institute Suicide

ભુજમાં વિદ્યાર્થીના મૃત્યુને લઈને કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો (Bhuj Students protest) ઉઠ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, હતભાગી દેવરામને કોલેજના આચાર્ય અને એક અન્ય શિક્ષિકા દ્વારા માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીએ આત્મદાહ કર્યો છે. નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના (self immolation case in Bhuj) પ્રિન્સીપાલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. (Kutchi Leva Patel Nursing Institute)

આત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુથી ભભૂક્યો રોષ, પ્રિન્સીપાલનું ચોંકાવનારુ નિવેદન

author img

By

Published : Jan 4, 2023, 8:58 PM IST

આત્મદાહ કરનાર વિદ્યાર્થીના મૃત્યુથી અન્ય વિદ્યાર્થીઓમાં ભભૂક્યો રોષ, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયો

કચ્છ : ભુજના હરીપર રોડ પર આવેલા કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ (Student protest in Bhuj) ખાતે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ 29મી ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી. સ્થાનિક તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. કોલેજના સાથી વિધાર્થીઓએ પ્રિન્સિપાલ અને અન્ય ટીચર દ્વારા ટોર્ચરના કારણે આવુ પગલું ભર્યા હોવાનું જણાવ્યું હતું. ન્યાયની માંગણી સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. (Kutchi Leva Patel Nursing Institute)

નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા ભુજની કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અભ્યાસ કરતા મૂળ અમરાપર, ખડીરના વિદ્યાર્થી દેવરામ વરચંદે 29મી ડિસેમ્બરના પોતાના શરીરે પેટ્રોલ છાંટી દઈ આત્મદાહ કરી લીધો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. દેવરામના મૃત્યુ બાદ ભુજની નર્સિંગ કોલેજના તેના સહપાઠીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. (self immolation case in Bhuj)

વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કોલેજના જ અન્ય વિદ્યાર્થી ભક્તિ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, હતભાગી દેવરામને કોલેજના આચાર્ય અને એક અન્ય શિક્ષિકા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. આચાર્યએ પોતાની ઓફિસમાં બોલાવી તેને માનસિક ત્રાસ આપતા હતાશામાં દેવરામે પોતાના શરીરે આગ ચાંપી દીધી હતી. આજે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના સૂરજ શિક્ષણધામ પરિસરની બહાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. (Kutch Nursing Institute student protest)

ABVPનો સંપર્ક કરાયો કોલેજના વિધાર્થીઓએ દેવરામ વરચંદને આત્મહત્યા માટે મજબૂર કરનાર અને અસહ્ય માનસિક ત્રાસ આપનાર કોલેજના આચાર્ય અને એક પ્રાધ્યાપિકા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને કોલેજમાંથી બરતરફ કરી દેવા માંગ કરી હતી. કોલેજના છાત્રો દ્વારા સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. (Students protest at Kutchi Leva Patel Nursing Institute)

આ પણ વાંચો પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર, પોલીસે પતિ સસરાની કરી ધરપકડ

દોષિતો સામે કાર્યવાહી કરવા માટે લડત મૃતકના મિત્ર અક્ષય પરમારે જણાવ્યું હતું કે કોલેજના આચાર્ય અને પ્રાધ્યાવિકા દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસના પગલે ખડીરના આહિર છાત્રએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે કોલેજ સંચાલકોએ સમગ્ર બનાવ અંગત કારણોસર બન્યો હોવાનું જણાવ્યું છે. ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર મામલામાં ખરાઈ કરી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જો સહપાઠીઓની રજૂઆતમાં તથ્ય જણાશે તો આ મામલે દોષિતો સામે કાર્યવાહી કરવા માટે લડત ચલાવવામાં આવશે. (Student protest in Bhuj)

પ્રિન્સિપાલ અને શિક્ષિકાને ફરજ પરથી મોકૂફ ઉલ્લેખનીય છે કે, હતભાગી યુવાને ગત 29મી ડિસેમ્બરે આત્મદાહ કર્યા બાદ સહપાઠીઓમાં રોષ ફેલાયો હતો અને કોલેજના છાત્રોએ લેક્ચરનો બહિષ્કાર કર્યો હતો. યુવાનના મૃત્યુ બાદ વિરોધ ઉગ્ર બન્યો હતો. લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટના છાત્રો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનથી કચ્છમાં ભારે ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટીઓ કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોની રજૂઆતો સાંભળી હતી અને પ્રિન્સિપાલ અને શિક્ષિકાને ફરજ પરથી મોકૂફ કર્યા હતા. (self immolation case in Bhuj)

આ પણ વાંચો સુરતની ચોપાટીમાં આત્મહત્યા કરનાર પાસેથી મળી સુસાઈડ નોટ

પોલીસ અને ટ્રસ્ટીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટના પ્રિન્સીપાલ પુનિત ગંગાવતે જણાવ્યું હતું કે, જે વિધાર્થીનું મૃત્યુ થયું છે તે 28મી ડિસેમ્બરે કોલેજમાં નતો આવ્યો તો કોલેજના નિયમો મુજબ તેને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અને તેના મિત્રએ ફોન ઉપાડ્યો નતો. થોડાક સમય બાદ સામેથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તબિયત સારી ન હોતાં કોલેજમાં આવેલો નથી. તો શિક્ષિકાએ તેને ડોકટરની દવાનો કાગળ બીજા દિવસે સાથે લઈ આવવા જણાવેલ. જેથી કરીને બીજા દિવસે ડોક્ટરના કાગળમાં બે ટેબ્લેટ એક જ જેવી હતી એટલે કે એક જ રોગની બે જુદી જુદી કંપનીની દવાઓ હતી. શિક્ષિકાએ વધુ પૂછપરછ કરી હતી, જેનો વિદ્યાર્થીએ જવાબના આપતા તેને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને રોગની સાચી સારવાર લેવા જણાવવામાં આવેલ, ત્યારબાદ તે ઓફિસ બહાર નીકળી ગયો હતો. તેને કોઈ પણ જાતનો ટોર્ચર કરવામાં આવેલ નથી. હાલમાં પોલીસ અને ટ્રસ્ટીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

તથ્યના આધારે આગળની કાર્યવાહી કરાશે બનાવ અંગે ટ્રસ્ટી કાંતા વેકરીયાએ જણાવ્યું હતું કે, છાત્રો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતને ધ્યાને લીધી છે. તથ્યના આધારે આગળની કાર્યવાહી નિર્ધારીત કરવામાં આવશે, જેમાં કોઈને અન્યાય ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. તેમજ હાલમાં પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષિકાને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. (Kutchi Leva Patel Nursing Institute Suicide)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.