- વહિવટી તંત્ર દ્વારા 150 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી
- સમરસ કુમાર છાત્રાલયને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી
- જરૂર જણાશે તો વધારાના 100 બેડની સુવિધા ઊભી કરવામાં આવશે
કચ્છ: જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કચ્છ યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. બેડ વધારવા તથા નવી કોવિડ હોસ્પિટલો ચાલુ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં યુનિવર્સિટીના હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં 150 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ગાંધીજીએ 100 વર્ષ પહેલા સ્થાપેલી શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
હોસ્પિટલમાં ICU અને ઓક્સિજનની સુવિધાઓ
આ હોસ્પિટલમાં ICU અને ઑક્સિજનની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. પ્રથમ માળ પર પણ બેડની સુવિધા ઊભી કરાઇ છે. જ્યાં હાલમાં ઓક્સિજનની સુવિધા માટેનું કામ કરાઈ રહ્યું છે.
માત્ર અઠવાડિયાની અંદર ઉભી કરાઈ હોસ્પિટલ
આ હોસ્પિટલને જનરલ હોસ્પિટલના સ્ટાફ તથા CDHOના કર્મચારીઓ દ્વારા અઠવાડિયાની અંદર ઉભી કરવામાં આવી છે. હાલમાં 150 બેડ કાર્યરત છે અને જો જરૂર જણાશે તો બીજા માળે વધારાના 100 બેડની સુવિધા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવશે. અને અહીં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ 24 કલાક હાજર રહેશે.
આ પણ વાંચો: જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે તેના સગાઓ વીડિયો કોલથી વાત કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ
દર્દીઓ માટે રાહતના સમાચાર
આમ, કચ્છમાં અન્ય કોવિડ હોસ્પિટલ શરૂ થતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર ઝડપી કરવામાં આવશે અને દર્દીઓ માટે રાહતના સમાચાર કહી શકાય.