ETV Bharat / state

કચ્છમાં રેપિડ ટેસ્ટ સ્થિગત કરી દેવાયા, વધુ 3 શંકાસ્પદ દર્દી દાખલ - Report of 19 samples negative

કચ્છમાં 19 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તંત્રએ હવે કચ્છમાં રેપિડ ટેસ્ટ સ્થિગત કરી દેવાનો નિર્ણય કર્યો છે.

કચ્છમાં રેપીડ ટેસ્ટ સ્થિગત કરી દેવાયા, વધુ ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ

author img

By

Published : Apr 27, 2020, 9:18 PM IST

ભુજઃ કચ્છમાં વધુ ત્રણ શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયા છે. આ વચ્ચે આ ત્રણ દર્દી સહિત કુલ 10 લોકોના સેમ્પલ લેવાયા છે. 19 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તંત્રએ હવે કચ્છમાં રેપિડ ટેસ્ટ સ્થિગત કરી દેવાનો નિર્ણય કર્યો છે.

કચ્છમાં રેપીડ ટેસ્ટ સ્થિગત કરી દેવાયા, વધુ ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ
કચ્છમાં રેપીડ ટેસ્ટ સ્થિગત કરી દેવાયા, વધુ ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, કચ્છમાં વધુ ત્રણ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યાં છે. જેમાં ભુજનો એક યુવાન, કંડલાની એક મહિલા અને અંજાર તાલુકના નિંગાળ ગામના યુવાનનો સમાવેશ થાય છે. આ તમામના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા છે. જ્યારે આજ વધુ સાત લોકોના સેમ્પલ લેવાયા છે. લેવાયેયાલા તમામ 19 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં રેપિટ ટેસ્ટ સ્થગિત કરી દેવાયા છે. કચ્છને 150 ટેસ્ટ કીટ ફાળવાઈ હતી. જેમાંથી પ્રથમ ભુજ સિવિલમાં ચાર ટેસ્ટ કરાયા હતા. આ પછી વધુ આઠ ટેસ્ટ કરાયા હતા.

આ ઉપરાંત રવિવારે 19 ટેસ્ટ કરાયા હતા. તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે, વિસંગતતાઓની ફરિયાદો અને અન્ય જિલ્લામાં મળતા રિપોર્ટને ધ્યાને રાખીને કચ્છમાં હવે રેપીટ ટેસ્ટ કરાશે નહીં.

કચ્છ કલેક્ટર દ્વારા વાગડ વિસ્તારમાં કોરોના સારવાર માટે ભચાઉની વાગટ વેલ્ફર હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા હોસ્પિટલની મુલાકાત લેવાઈ હતી. અહીં 50 બેડની સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત કરી શકાશે.

દરમિયાન આરોગ્ય વિભાગે માધાપર અને લખપતના કોડટા ગામમાં 17 ટીમે સર્વે હાથ ધરીને 882 ઘરની મુલાકાત લઈને 4239 લોકોની આરોગ્ય તપાસણી કરી હતી. આ ઉપરાંત કુલ 2190 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 45 જેટલા વ્યક્તિઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.