કચ્છમાં મેઘરાજાની મહેર થઈ છે અને છેલ્લા બે દિવસમાં કચ્છના મોટાભાગના તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. આ વચ્ચે ભૂજનું હદય અને દેશદેશાવર સહિત તમામ કચ્છીજનોનું લાગણીઓનું પ્રતીક હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે, જોકે ત્રણ વર્ષના દુષ્કાળમાં કોરું ધાકોર થઈ ગયેલું તળાવ હજુ અધૂરું છે, પાણી પૂરતા પ્રમાણમાં ભરાયુ નથી.
વરસાદ આવ્યા પછી વહેલી સવારમાં જ ભૂજ વાસીઓ હમીરસર તળાવ નિહાળવા નીકળે છે અને તળાવમાં કેટલુ પાણી આવ્યું તે જોઈને હજુ પણ તળાવ અધુરો હોવાથી મેઘરાજા સમક્ષ ધોધમાર વરસાદની એક હેલીમાં તળાવ છલકાઈ જાય તેવી પ્રાર્થના મેઘરાજા સમક્ષ કરી રહ્યા છે.