છેલ્લા 24 કલાકમાં સારા વરસાદના પગલે ભૂજ અને તાલુકાના ગામોમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો છે. ભૂજમાં ખૂબ જ ઓછો વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે યોગ્ય વરસાદના કારણે લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે.
અંજાર, લખપત અને મુંદ્રામાં ધીમીધારે મેઘરાજા વરસ્યા છે. જ્યારે સવારે 6 વાગ્યા બાદ લખપતમાં 4 મી.મી., રાપર 11 મીમી, ભૂજમાં 164 મીમી, ભચાઉ 71 મીમી, અંજાર 29 મીમી, માંડવી 18 મીમી, અબડાસામાં 6 મીમી વરસાદ નોંધાયો છે.