ETV Bharat / state

કચ્છના માંડવીમાં કોંગ્રેસ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ, જાણો શા માટે - વિકસિત ભારત સંકલ્પ યાત્રા

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભ છેવાડાના ગામના લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કચ્છના માંડવીના મોટા લાયજા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો છે.

કોંગ્રેસ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 1:04 PM IST

કોંગ્રેસ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ

કચ્છ: વિકસિત ભારત સંકલ્પ યાત્રા કચ્છના 635થી વધુ ગામડામાં ફરવાની છે. આજે જ્યારે આ યાત્રા કચ્છના માંડવીના મોટા લાયજા ખાતે પહોંચી ત્યારે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મિત ગઢવી અને અન્ય કાર્યકરો દ્વારા આ રથ યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મિત ગઢવીને ડિટેઇન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ ગામની ગૌચર જમીનની માપણી નહીં કરવામાં આવતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિરોધ કર્યો હતો.

કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મીત ગઢવીએ ETV BHARAT સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગામમાં જો એક ગૌચર જમીનની માપણીનુ કામ ન થઈ શકતું હોય તો આવા વિકસિત ભારતની યાત્રા કરવાનો કોઈ અર્થ નથી અને આવા ખોટા રથ ગામમાં ફેરવવાની જરૂર નથી.

યાત્રાને ગામમાં પ્રવેશ ના આપવા માટે વિરોધ: ઉલ્લેખનીય છે કે છેલ્લાં 4 વર્ષથી મોટા લાયજા ગામની 1600 એકર ગૌચર જમીનની માપણી માટે અવારનવાર તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કર્યા છતાં પણ હજી સુધી માપણી કરવામાં ન આવતાં આજે જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોટા લાયજા ગામ પહોંચી ત્યારે કોંગ્રેસ અધિકારી સમક્ષ ફરી રજૂઆત કરી હતી અને આ યાત્રાને ગામમાં પ્રવેશ ના આપવા માટે કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં અધિકારીઓ તરફથી ફરી એ જ જવાબ આપવામાં આવ્યો કે આગામી સમયમાં તમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવશે.

રાજ્યના છેવાડાના માનવી સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સરકારી યોજનાઓનો લાભ મળવાનો બાકી હોય અને પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તેવી વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

  1. 'વિકસિત ભારત સંકલ્પ' યાત્રા ભૂજના કુનરીયા પહોંચી, 150 જેટલા લોકોને યોજનાઓનો સીધો લાભ મળ્યો
  2. વલસાડની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં દર્શના જરદોશ હાજર રહ્યાં, મોટી વાહિયાળમાં શપથ લેવડાવ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.