- RDAM દ્વારા હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓપરેટર પૂરા પાડવાની માંગ કરાઇ
- મુખ્યપ્રધાને કચ્છની મુલાકાત સમયે આપેલા 2000 બેડનાં નિવેદનની ટિક્કા કરાઈ
- જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી સમરસ છાત્રાલય ખાતે અચોક્કસ મુદતના ધરણાં
કચ્છ: ભુજમાં દિવસેને દિવસે કોરોના બેકાબૂ બની રહ્યો છે. ત્યારે, કોવિડ સેન્ટર ધરાવતી હોસ્પિટલોમાં યોગ્ય સુવિધાઓ પૂરી પાડવાની માંગ સાથે આજે મંગળવારે કચ્છ જિલ્લાની સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: ભુજ જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓને છૂટા કરાતા અન્ય કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
વેન્ટિલેટરના ઓપરેટરના અભાવે દર્દીઓ સેવાથી વંચિત
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા વહીવટીતંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કચ્છ જિલ્લામાં સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે 10 વેન્ટિલેટર હોવા છતાં ઓપરેટર ન હોવાના કારણે દર્દીઓને એની સેવા આપવામાં આવતી નથી. આ ઉપરાંત, જી. કે. જનરલ હોસ્પિટલમાં સામાન્ય અને બાઇપેપના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો ફ્લો આપવામાં આવતો નથી.
આ પણ વાંચો: કચ્છમાં કોરોના સામેના જંગમાં ચાલતી કામગીરીની સમીક્ષા, પ્રભારી પહોંચ્યા ભુજ
મુખ્યપ્રધાનની નવા 2000 બેડ ઊભા કરવાની જાહેરાત પોકળ
રાજ્યના મુખ્યપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન તેમણે કચ્છમાં નવા 2000 બેડ ઉભા કરવાની વાત કરી હતી. જે અંગે, હજી સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી યોગ્ય સુવિધાઓ પૂરી થઈ શકતી ન હોવાથી એના વિરોધમાં આજે મંગળવારે સમરસ કોવિડ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા હતાં. જોકે, એકાદ કલાક બાદ પોલીસે તમામની અટકાયત કરી હતી.