ETV Bharat / state

G20 Summit kutch: G-20 સમીટને ધ્યાનમાં લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ - G20 Summit kutch

G20 સમીટને લઈને કચ્છભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર G20 લોગો વાળા બેનર ઊભા કરવામાં આવી રહ્યા છે તો G20 સંબંધિત ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. કચ્છમાં G20 સમીટની શરૂઆત જ્યાંથી થશે તે એરપોર્ટનું પણ કાયાપલટ કરવામાં આવી રહ્યું છે.

preparations-in-full-swing-at-the-airport-ahead-of-the-g-20-summit

author img

By

Published : Feb 2, 2023, 11:56 AM IST

G-20 સમીટને ધ્યાનમાં લઈને એરપોર્ટ પર તડામાર તૈયારીઓ

કચ્છ: આગામી ફેબ્રઆરી 7 થી 10 સુધી G-20ની સમીટ કચ્છમાં યોજાવાની છે. કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં યોજાતા રણોત્સવ ખાતે આ બેઠક યોજવામાં આવશે તેમજ પ્રવાસનને વેગ આપવા માટે પ્રયાસો કરવામાં આવશે. ભુજ એરપોર્ટ પર બધા જ વિદેશી ડેલીગેટ્સના સ્વાગત સાથે કચ્છની ધરતી પર ઊતરતાં જ કચ્છની સંસ્કૃતિનો પરિચય થાય તેવી તૈયારી એરપોર્ટ પર ચાલી રહી છે.

ભુજ એરપોર્ટ પર તૈયારીઓનો ધમધમાટ શરૂ: કચ્છની કલા સંસ્કૃતિને 20 દેશના પ્રતિનિધિઓ સમક્ષ ઉજાગર કરવામાં આવશે. તમામ વિદેશી પ્રતિનિધિઓ ખાસ ચાર્ટડ વિમાન મારફતે ભુજ એરપોર્ટ પર આવશે અને અહીંથી બાય રોડ ધોરડો જવાના છે ત્યારે હાલમાં નવો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશોના 80થી વધુ ડેલીગેટ્સ જ્યારે ભુજ એરપોર્ટ પર ઉતરે ત્યારે પહેલા ઇમ્પ્રેશનમાં જ તેમને કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળે તે માટે ભુજ એરપોર્ટ પર તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે.

એરપોર્ટનું પણ કાયાપલટ કરવામાં આવી રહ્યું છે

સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે: ભુજ એરપોર્ટ ડાયરેકટર નવીનકુમાર સાગરે જણાવ્યું હતું કે, એરપોર્ટના એપ્રન વિસ્તારમાં તેમનું સ્વાગત કરી ત્યાં જ તેમના માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ટર્મિનલ બિલ્ડિંગને પણ આ પ્રસંગે ખાસ સજાવવામાં આવશે અને એરપોર્ટના સિટી સાઈડના ભાગમાં G20 સબંધિત વિવિધ બેનર અને ડેલીગેટ્સની તસવીરો મૂકવામાં આવશે. એક વિશિષ્ટ પ્રકારનું બાંધકામ ધરાવતા ભુજ એરપોર્ટ પર G20 સમીટ માટે ખાસ મેન્ટેનેન્સ કામ પણ હાથ ધરાઇ રહ્યું છે.

આ પણ વાંચો Gujarat High Court : શૈક્ષણિક સંસ્થાઓમાં થતા રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સરકારને કર્યા આકરા સવાલ

બે વિશેષ લાઉન્જ તૈયાર થઈ રહી છે: એરપોર્ટ સંકુલમાં આવેલી વિવિધ ગાર્ડન લૉનને પણ સજાવવામાં આવી છે અને સાથે જ કચ્છની વિવિધ હસ્તકળાઓ દર્શાવતા એક વિશેષ સ્ટોલની પણ શરૂઆત કરવામાં આવી છે. તો એરપોર્ટની અંદર ડેલીગેટ્સના આરામ માટે બે વિશેષ લાઉન્જ પણ તૈયાર કરવામાં આવશે. પહેલી વખત કચ્છમાં આ પ્રકારની આંતરાષ્ટ્રીય સમીટ યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ દેશોથી આવતા મહેમાનો કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને મહેમાનગતી જાણે તે માટે ભુજ એરપોર્ટ સજ્જ થઈ રહ્યું છે.

આ પણ વાંચો Adani Enterprises calls off FPO: અદાણી એન્ટરપ્રાઇઝે FPO પાછો ખેંચ્યો, રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે

ભુજ એરપોર્ટ સજ્જ: પહેલી વખત કચ્છમાં આ પ્રકારની આંતરાષ્ટ્રીય સમીટ યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ દેશોથી આવતા મહેમાનો કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને અતિથિ સત્કારને જાણે તે માટે ભુજ એરપોર્ટ સજ્જ થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.