ભૂજઃ કચ્છ જિલ્લામાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વચ્ચે હવે તંત્ર કોરોનાના ટેસ્ટ ભૂજ ખાતે કરી શકાય તે માટે શરૂ કરાયેલા પ્રયાસના ભાગરૂપે આજથી કચ્છમાં તાલુકા મથકોની ટીમને સેમ્પલ લેવાની તાલીમ આપવાનું શરૂ કરાયું છે. છેલ્લા એક સપ્તાહથી તાલુકા મથકોએ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને ઈન્ફેકશન પ્રિવેન્શનની તાલીમ બાદ હવે જિલ્લાની એક જ ટીમ સેમ્પલ લઈ શકતી હતી તેની ક્ષમતા હવે વધારી છે.
સ્ટાફને તાલીમ આપવાનું શરૂ
Etv ભારત સાથે ખાસ વાતચીતમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે, આજથી ભૂજની સિવિલ હોસ્પિટલમાં જે ચાલ લેબટેકનિશિયન મોકલવામાં આવ્યા છેે તેઓ તાલુકા મથકોની ટીમને તાલીમ આપવાનુ શરૂ કર્યું છે. 150 જેટલી રેપીડ ટેસ્ટની કિટ ફાળવાઈ છે. જેનાથી સિવિલ હોસ્પિટલમાં પાંચ ટેસ્ટ કારાયા હતા. જે તમામ નેગેટીવ આવ્યા હતા. હાલે કચ્છમાં કોરોના સેમ્પલ લેવાની એક જ ટીમ કાર્યરત છે.
જેથી તાલુકા મથકોએ પણ રેપિડ ટેસ્ટ કરી શકાય અને કોરોના ટેસ્ટની મંજુરી મળતાની સાથે જ તાલુકા મથકોની ટીમ પણ કોરોના સેમ્પલ લઈ શકે તે માટે આ તાલીમ શરૂ કરાઈ છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લાા આરોગ્ય અધિકારી અને ટીમ સાથે તાલુકા મથકોની તમામ મેડિકલ અને પેરા મેડિકલની ટીમોને ઈન્ફેકશન પ્રિવેન્શનની તાલીમ અપાઈ છે.
ટેસ્ટ ઝડપથી થશે
કોરોના ટેસ્ટ માટે જિલ્લાકક્ષાએથી સેમ્પલ અને તેના પરીક્ષણ સહિતના બાબતો કેન્દ્રિત કરીને એઈ્મસ જોધપુર સાથે સંકલન ચાલી રહ્યું છે. જિલ્લા તંત્રની કામગીરી અને સુનિશ્ચિતતાથી આશાવાદ છે કે એક બે દિવસમાં કચ્છમાં સ્થાનિક જ કોરોના ટેસ્ટ કરવાની મંજુરી મળી જશે. હાલે કચ્છમાંથી દૈનિક સૈમ્પલ લેવાયા બાદ તેને રાજકોટ ખાતે મોકલવામાં આવે છે અને તેનો રિપોર્ટ બીજા દિવસે સાંજે મળે છે. સ્થાનિક કોરોના ટેસ્ટની મંજુરી મળી જશે એટેલ સેમ્પલ ટેસ્ટ ઝડપથી થવા લાગશે અને સાથે માનવશકિતનો ઉપયોગ પણ વધી જશે.