ETV Bharat / state

દિલ્હીમાં છવાઈ 'કચ્છી ઓલ્ડ કાર્ટ', આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં 61 દેશને પાછળ મૂકી ભૂજના ચિત્રકારે વગાડ્યો ડંકો - International Juried Online Watercolour Competition

દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં (International Painting Exhibition 2022 in Delhi) ભૂજના ચિત્રકારનો ડંકો વાગ્યો છે. આ ચિત્ર પ્રદર્શનમાં ચિત્રકારની ચિત્રકૃતિ 'કચ્છી ઓલ્ડ કાર્ટ' આકર્ષણનું કેન્દ્ર (Praise of 'Kutchi Old Kart' in Delhi) બની હતી.

દિલ્હીમાં છવાઈ 'કચ્છી ઓલ્ડ કાર્ટ', આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં 61 દેશને પાછળ મૂકી ભૂજના ચિત્રકારે વગાડ્યો ડંકો

author img

By

Published : Apr 1, 2022, 2:28 PM IST

ભૂજઃ કચ્છની ભૂમિ અને કચ્છના કલાકારોના કણ કણમાં કલાનો વાસ છે. કચ્છના કલાકારો અવારનવાર રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી રહ્યા છે. આવી જ રીતે ભૂજના જાણીતા ચિત્રકાર લાલજી એન. જોષીની (Kutch painter Lalji Joshi) ચિત્રકૃતિ "કચ્છી ઓલ્ડ કાર્ટ" (Praise of 'Kutchi Old Kart' in Delhi) ન્યૂ દિલ્હી ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં (International Painting Exhibition 2022 in Delhi) આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ભૂજના જાણીતા ચિત્રકાર લાલજી જોષીએ વોટર કલરની મદદથી બનાવેલી આવેલ ચિત્રકૃતિ “કચ્છી ઓલ્ડ કાર્ટ” (Praise of 'Kutchi Old Kart' in Delhi) AIFACS ન્યૂ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી.

ભૂજના ચિત્રકારે 61 દેશોને હંફાવ્યા

ભૂજના ચિત્રકારે 61 દેશોને હંફાવ્યા - દિલ્હીમાં ઈન્ટરનેશનલ વોટરકલર સોસાયટી ઓફ ઈન્ડિયા (IWS India)ના પ્રમુખ (International Watercolor Society of India) અમિત કપૂરે '3જી ઈન્ટરનેશનલ વોટરકલર સોસાયટી ઈન્ડિયા બીનાલે 2022'નું (3rd International Watercolor Society India Biennale 2022) આયોજન 21થી 25 માર્ચ સુધી કરવામાં આવ્યું હતું. તેમાં 61 દેશના 722 ચિત્રોમાં ગુજરાતના 7 કલાકારોએ ભાગ લીધો હતો. તેમાં પણ 1 ચિત્રકૃતિ કચ્છના ચિત્રકારની પસંદગી પામી હતી અને આ ચિત્રકાર છે લાલજી જોષી (Kutch painter Lalji Joshi).

ડિસેમ્બરમાં પણ આ ચિત્રકારની ચિત્રકૃતિને મળ્યો હતો એવોર્ડ

આ પણ વાંચો- CMA Exam Result : ઓલ ઇન્ડિયામાં આયુષ અગ્રવાલે સુરતનું વધાર્યું ગૌરવ

ડિસેમ્બરમાં પણ આ ચિત્રકારની ચિત્રકૃતિને મળ્યો હતો એવોર્ડ - ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021માં જ લાલજીભાઈને કાઠમંડુ નેપાળમાં ઈન્ટરનેશનલ વોટર કલર સોસાયટી નેપાળ (International Water Color Society Nepal) અને આર્ટ્સ મેટ ઈન્ટરનેશનલ વિથ એન બી ગુરુગ આર્ટ સ્ટુડિયો નેપાળ દ્વારા ઈન્ટરનેશનલ જ્યૂરિડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધાનું (International Juried Online Watercolour Competition) આયોજન કરવામાં આવ્યું હતું. તેમની આહીર ચિત્રકૃતિને ડેનિયલ સ્મિથ વોટર કલર બેસ્ટ એવોર્ડ (Daniel Smith Water Color Best Award) જાહેર કરવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કલાકારો કચ્છમાં આવે તેવા પ્રયાસો કરાશે: ચિત્રકાર

આ પણ વાંચો- Mixed martial arts: વડોદરાની યુવતીએ MMA પ્રોફેશનલ લીગમાં પસંદગી પામી દેશમાં ડંકો વગાડ્યો

ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કલાકારો કચ્છમાં આવે તેવા પ્રયાસો કરાશે: ચિત્રકાર - દેશવિદેશથી આવેલા માસ્ટર ચિત્રકારોએ લાલજી જોષીના (Kutch painter Lalji Joshi) ચિત્ર 'કચ્છી ઓલ્ડ કાર્ટ'ની ખૂબ પ્રશંસા કરી અને કચ્છનાં બીજા ચિત્રો પણ જોઈ અને કચ્છ અને અહીની સંસ્ક્રૃતિની પણ ખૂબ પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કલાકારો કચ્છમાં આવે તેવા પ્રયાસો લાલજી જોષી કરી રહ્યા છે.

મુખ્યત્વે કચ્છી સંસ્કૃતિ અને પહેરવેશના ચિત્રો બનાવે છે ચિત્રકાર

મુખ્યત્વે કચ્છી સંસ્કૃતિ અને પહેરવેશના ચિત્રો બનાવે છે ચિત્રકાર- ચિત્રકાર લાલજી જોષી (Kutch painter Lalji Joshi) છેલ્લાં 25 વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે. તેઓ પેન્સિલ સ્કેચિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, સ્ટોન કાર્વિંગ વગેરે પ્રકારની પેઇન્ટિંગ કરે છે. મુખ્યત્વે લાલજી જોષી કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહીર સમાજના મેળા ભરાતા હોય છે. ત્યારના તથા સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર મોટાભાગે બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.