- સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર સપ્લાય વર્કના મળીને 204 કરોડ જેટલું લેણું
- સૌથી વધુ ભચાઉ નગરપાલિકા પર 73.67 કરોડનું લેણું
- નખત્રાણા ગ્રામ પંચાયત પર 23.28 લાખનું વીજ બિલ બાકી
કચ્છ: નાણાકીય વર્ષનો છેલ્લો માસ ચાલી રહ્યો છે. ત્યારે 31 માર્ચ સુધીમાં બાકી વીજ બીલની મહત્તમ વસૂલાત થાય તે માટે PGVCL વિભાગ દ્વારા નગરપાલિકા પાસેથી ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. કચ્છની નગરપાલિકાઓના નામે વીજ બિલ પેટે મોટી રકમ બાકી છે. PGVCL દ્વારા વીજળી બીલના બાકી નાણાંની વસૂલાત અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં PGVCL કર્મચારીનો વિરોધ, રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન
સૌથી વધુ ભચાઉ નગરપાલિકા પર લેણું
સૌથી વધુ ભચાઉ નગરપાલિકા પાસે 73.67 કરોડનું વીજ બિલ બાકી છે. જ્યારે ભુજ નગરપાલિકા પાસે 43 કરોડ, માંડવી નગરપાલિકા પાસે 7 કરોડ, અંજાર નગરપાલિકા પર 40 કરોડ, રાપર નગરપાલિકા પાસે 16.5 કરોડનું વીજ બિલ બાકી છે. જ્યારે સૌથી ઓછું ગાંધીધામ નગરપાલિકા પર 50 હજારનું વીજ બિલ બાકી છે. નખત્રાણા ગ્રામ પંચાયત પાસે સ્ટ્રીટ લાઈટનું 23.28 લાખ બિલ બાકી છે.
આ પણ વાંચો: પોરબંદર: આદિત્યાણા ગામમાં વીજ ધાંધિયાને લઇને PGCVL કચેરીમાં ઉગ્ર રજૂઆત