- શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓની સ્થિતિ આર્થિક રીતે પાયમલ
- ઓનલાઈન સ્કૂલના લીધે 20 થી 30 ટકા જ ઘરાકી
- સ્ટેશનરી વ્યવસાય તેમજ અન્ય વ્યવસાય પણ મરણ પથારીએ
કચ્છઃ કોરોના મહામારીના કારણે 14 મહિનાથી સ્કૂલો બંધ છે અને હાલ બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણની આ નવી પેટર્નના લીધે સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મ તથા શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓની સ્થિતિ આર્થિક રીતે પાયમલ બની છે. જેના લીધે અમુક વ્યપારીઓ તો ધંધા પણ બદલી નાખ્યા છે. કોરોનાના કારણે સ્ટેશનરી વ્યવસાય તેમજ અન્ય વ્યવસાય પણ મરણ પથારીએ પડ્યા છે.
14 મહિનાથી સ્કૂલો બંધ હોવાથી દુકાનોમાં મહદઅંશે ગ્રાહકો જોવા મળ્યા
સ્કૂલ બંધ હોવાથી બૂક્સ, નોટબૂક, ચોપડા, પેન-પેન્સિલ તેમજ અન્ય વસ્તુની માગ ઘટી ગઈ છે. કોરોના પૂર્વે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાની સાથે જ સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મની દુકાનોમાં ભારે ભીડ જોવા મળતી હતી પરંતુ છેલ્લા 14 મહિનાથી સ્કૂલો બંધ હોવાથી દુકાનોમાં મહદઅંશે ગ્રાહકો જોવા મળી રહ્યા છે.
આ પાણ વાંચોઃ કોરોના અસર: ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધતાં જૂનાગઢના સ્ટેશનરીના વેપારીઓ સંકટમાં
અનેક લોકોએ સ્ટેશનેરીનો ધંધો કર્યા બંધ
ઓફલાઈન સ્કૂલો શરૂ કરાય તો સ્ટેશનરીક્ષેત્ર તેમજ સ્કૂલ યુનિફોર્મના સેક્ટરને લાભ થઈ શકે તેમ છે. અન્ય વેપારીઓએ સ્ટેશનરીનો વ્યવસાય પણ બદલી અન્ય વ્યવસાય શરૂ કર્યો છે.
સૌથી વધારે નુકસાન વિદ્યાર્થીઓને
બાળકોને હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને સ્ટેશનરીક્ષેત્રની અત્યંત ખરાબ હાલત છે પરંતુ સૌથી વધારે નુકસાની તો વિદ્યાર્થીઓને છે કારણ કે, લખવા વાંચવાનો મુહાવરો હવે તે ભૂલતા જાય છે. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં રાહત અપાઈ છે પરંતુ સ્ટેશનરીક્ષેત્રમાં કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી.
જાણો શું કહ્યું કચ્છ જિલ્લા સ્ટેશનરી એસોસિયેશન પ્રધાને
ઘણા વર્ષોથી સ્ટેશનરી વ્યવસાય સાથે જોડાયેલા તેમજ કચ્છ સ્ટેશનરી એસોસિયેશનના પ્રધાન રમજાનઅલી ખોજાએ જણાવ્યું કેે, ઓનલાઈન સ્કૂલના લીધે 20 થી 30 ટકા ઘરાકી છે અને સ્કૂલ યુનિફોર્મનો ધંધો સાવ બંધ થઈ ગયો છે. વોટર બેગ વગેરે વસ્તુઓનો ઉપાડ જ નથી. ધંધા રોજગાર ઠપ્પ થયા છે.
જાણો શું કહ્યું વેપારીએ?
વિદ્યાર્થી વસ્તુ ભંડાર સ્ટેશનરીના વિનોદભાઈ મહેતાએ જણાવ્યું કે, ઘણા સમયથી સ્કૂલ બંધ છે અને હાલ ઓનલાઈન નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. જેના લીધે વાલીઓ ઓછા પ્રમાણમાં ચોપડા અને પાઠ્ય પુસ્તકો ખરીદી રહ્યા છે. જોઈએ તેવી ઘરાકી હજી સુધી મળી નથી. આ વર્ષે પાઠ્ય પુસ્તકોમાં ભાવ વધારો નથી, પરંતુ પાઠયપુસ્તકમાં ફેરફાર થયા છે જેનો હજુ સુધી સપ્લાય કરવામાં આવ્યો નથી.