ETV Bharat / state

Pakistani infiltrator : કચ્છની બોર્ડર પરથી ઘૂસણખોર ઝડપાયો, તપાસમાં સામે આવી વિગત - ગણતંત્ર દિવસ

કચ્છની સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર દાણચોરી જેવી પ્રવૃતિઓ સુરક્ષા દળો દ્વારા રોકવામાં આવે છે. ત્યારે હાલમાં જ ખાવડા-લખપત વિસ્તારમાંથી BSFના જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને દબોચ્યો છે. તપાસ દરમિયાન આ શખ્સ પાકિસ્તાની નાગરિક હોવાનું સામે આવ્યું છે.

Pakistani infiltrator
Pakistani infiltrator
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 5:22 PM IST

કચ્છ : ભારતના આંતરરાષ્ટ્રીય સરહદી કચ્છ જિલ્લાની બોર્ડર પરથી એક ઘૂસણખોર ઝડપાયો છે. ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનઓએ (BSF) ઝડપી પાડયો હતો. મળતી વિગત અનુસાર આ પાકિસ્તાની પાસેથી કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી.

શંકાસ્પદ શખ્સ ઝડપાયો : કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અવારનવાર કેફી અને માદક દ્રવ્યોનો જથ્થો તેમજ પાકિસ્તાની માછીમાર સાથે પાકિસ્તાની બોટ ઝડપાતી હોય છે. તો ક્યારેક BSF દ્વારા બોર્ડર પરથી ઘૂસણખોરી કરતા શખ્સોને પણ ઝડપી પાડવામાં આવે છે. આજે BSF જવાનો સરહદ નજીક પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ખાવડા લખપત વચ્ચે પીલર નંબર 1137 નજીક એક પાકિસ્તાની ઘૂસણખોરની શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં આવી હતી. એલર્ટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ આ શખ્સની અટકાયત કરી છે.

પાકિસ્તાની ઘૂસણખોર ? મળતી વિગત અનુસાર બીએસએફના જવાનોએ ઝડપેલો પાકિસ્તાની ઘૂસણખોર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવ્યું છે. આ વ્યક્તિ પોતાની ઓળખ કરવામાં અસમર્થ છે. પ્રાથમિક તપાસમાં તે મૂક બધિર હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ પણ મળી આવી નથી. ઉલ્લેખનિય છે કે, આગામી ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને BSF હાઈ એલર્ટ પર છે.

  1. કચ્છના સરહદી વિસ્તારમાંથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
  2. Pakistani Infiltrators killed:પંજાબના પઠાણકોટમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.