કચ્છ: 26મી જાન્યુઆરી 2001ના દિવસે આવેલા એ ગોઝારા ભૂકંપ (kutch earthquake)ની યાદ હજી પણ કચ્છના લોકોને કંપાવી દે છે. આ ગોઝારા ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો (patient of kutch earthquake)ની મદદે અનેક સેવા કરતી સંસ્થાઓ આવી એવી જ એક સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટ કે જ્યાં આજે પણ ભૂકંપગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે ભૂકંપમાં ઇજા પામેલા દર્દીઓ માટે આજે ફોલોઅપ કેમ્પ (Follow up camp)નું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 20 વર્ષોથી દિવ્યાંગજનોના પુનઃવર્સન હેતુ પ્રયત્નશીલ
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બિદડા સર્વોદય ટ્રસ્ટ (Bidada sarvoday trust) સંચાલિત જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટયુટ એન્ડ રિસર્ચ સેન્ટર છેલ્લા 20 વર્ષોથી દિવ્યાંગજનોના પુનઃવર્સન હેતુ સતત પ્રયત્નશીલ છે. જેમાં આજદિને પણ કચ્છમાં આવેલ 2001ના વિનાશકારી ભૂકંપગ્રસ્ત દર્દીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. આજ રોજ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટયુટ અમદાવાદ તથા સિવિલ સર્જન ભુજના સઘળા પ્રયાસથી ભુકંપના 20 વર્ષનો ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
![કચ્છ ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ માટે ફોલોઅપ કેમ્પનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-16-bidada-follow-up-camp-video-story-7209751_26012022134348_2601f_1643184828_357.jpg)
અનેક નિષ્ણાંતો દ્વારા દર્દીઓનું ફોલો-અપ
ભુકંપના સર્વ અસરગ્રતો જેવા કે પેરાપ્લેજીક તથા હાથ-પગ ગુમાવેલા લોકો આ કેમ્પનો લાભ લેવા માટે આવ્યા હતા. અનેક નિષ્ણાંતો દ્વારા દર્દીઓનું ફોલો-અપ કરવામાં આવ્યું. જ્યા રીહેબીલીટેશન ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટર 50 બેડ ધરાવતું સરળ અને દર્દીઓ માટે વિના અવરોધ પ્રવેશવાની વ્યવસ્થાવાળુ રીહેબ સેન્ટર છે. જયા રીહેબ સેન્ટર અધતન સાધનો તથા ગુણવંતા અને અનુભવ સિદ્ધ કર્મચારીઓથી સુસજ્જ છે. આ સેન્ટરમાં દરેક પ્રકારની વિકલાંગતાની પ્રાથમિક સારવાર, તેનો બચાવ તથા તેના નિભાવ સાથે સંકળાયેલી છે.
![કચ્છ ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ માટે ફોલોઅપ કેમ્પનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-16-bidada-follow-up-camp-video-story-7209751_26012022134348_2601f_1643184828_91.jpg)
આ પણ વાંચો: Republic Day 2022: RFC ખાતે ભવ્ય રીતે ત્રિરંગો ફરકાવ્યો, ચેરમેન રામોજી રાવે કર્યું ધ્વજારોહણ
આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત
આજના દિવસે પણ 2001ના ભૂકંપગ્રસ્તોને વિના મૂલ્યે પુનઃવર્સનની સેવાઓ અહીં આપવામાં આવે છે. ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિના હસ્તે વર્ષ 2012માં વિકલાંગતા માટે સર્વ શ્રેષ્ઠ કામગરી કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 2013માં જૈના આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સૌથી વધારે પેરાપ્લેજીક દર્દીઓની સારવાર માટે બિદડા સર્વોદય ટ્રસ્ટનું નામ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવ્યું હતું.
![કચ્છ ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ માટે ફોલોઅપ કેમ્પનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-16-bidada-follow-up-camp-video-story-7209751_26012022134348_2601f_1643184828_1094.jpg)
આ પણ વાંચો: પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો
અનેક પ્રકારના વિભાગો દ્વારા દર્દીઓની કરાય સારવાર
બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે અનેક વિભાગો કાર્યરત છે, જ્યાં દર્દીઓ સારવાર મેળવી શકે છે. અહીં ફિઝીયોથેરાપી વિભાગ, ઓક્યુપેશનલથેરાપી વિભાગ, પ્રોસ્થેટીક વિભાગ, ઓર્થોટીક વિભાગ, સ્પીચ અને ઓડીયોલોજી વિભાગ, વ્યવસાયિક માર્ગદર્શન અને તાલીમ વિભાગ, તબિબિ સામાજીક કાર્યકર, માનસિક વિજ્ઞાન વિભાગ તથા કોન્ફરન્સ ખંડની સુવિધા પણ ઉપલબ્ધ છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતેના જ્યા રીહેબીલીટેશન ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટર ખાતે દર વર્ષે 60,000થી 70,000 દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચો: સ્વામી સચિદાનંદને પદ્મભૂષણ: દેશના યુવાનોને આપી દેશ સેવાની આવી સલાહ