ETV Bharat / state

કચ્છમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, અત્યાર સુધીમાં કુલ 5ના મોત

કચ્છમાં આજે કોરોનાથી 62 વર્ષિય વૃદ્ધનું કોરોનાથી મૃત્યું થયું છે. તો આ પહેલા 4 વ્યક્તિના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યાં છે.

કચ્છ
કચ્છ
author img

By

Published : Jun 3, 2020, 8:13 PM IST

કચ્છ: કચ્છમાં આજે બુધવારે કોરોના મહામારીથી વધુ એક દર્દીનું મોત નિપજયું છે. મુંબઈથી માંડવીના રત્નાપર મંઉ આવેલા વૃદ્ધાને ગંભીર સ્થિતીમાં સારવાર દમરિયાન આજે તેમનું મોત થયું છે. કચ્છમાં કોરોનાથી આ પાચમું મોત નોંધાયુ છે, આ પહેલા ચાર દર્દીના મોત નિપજયા છે.
સત્તાવાર વિગતો મુજબ માંડવીના રત્નાપરના રહેવાસા ખીમજી નાકરાણી જેની ઉંમર 62 વર્ષ હતી, આજે તેમનું મોત થયું હતું. તેઓ મુંબઈથી 16મી મેના રોજ માંડવીના રત્નાપર ખાતે આ્વ્યા હતા.

બે દિવસ બાદ 18મી તારીખે તબિયત ખરાબ થતાં સારવારા માટે ખસેડાયા હતા જયાં તેમને કોરોના હોવાનું જાહેર થયું હતું. સારવાર દરમિયાન તેમની સ્થિતી ગંભીર બની હતી અને વેન્ટીલેટર પર હતા.

આ વચ્ચે આજે સવારે તેમણે દમ તોડ્યો હતો. તેઓ ડાયાબિટીસ અને હાયપર ટેન્શન બિમારીથી પીડાતા હતા. કચ્છમાં આ પાંચમું ંમોત નોંધાયું છે તંત્રએ જણાવ્યું કે ગાયનેક કારણોસર એક મહિલા દર્દી સહિત કુલ પાંચ લોકોના કોરોનાથી મોત થયા છે.

દરમિયાન આજે કચ્છમાં અન્ય કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં કચ્છમાં 82 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 18 એકટીવ કેસ સારવાર હેઠળ છે. જયારે 59 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપી દેવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.