ETV Bharat / state

કચ્છમાં ધરણાં, ભૂખ હડતાળ કે આવેદનપત્ર બધું પ્રતિબંધિત કરતું જાહેરનામું, શા માટે

author img

By

Published : Aug 20, 2022, 8:17 PM IST

પ્રજાજનો પોતાને પડતી મુશ્કેલીઓની રજૂઆત માટે વહીવટીતંત્રના પ્રશાસનિક અધિકારીઓને આવેદનપત્રો પાઠવવા જતાં હોય છે. હવે કચ્છ જિલ્લામાં આ પ્રકારની તમામ ગતિવિધિઓ પ્રતિબંધિત બની ગઇ છે. કારણ કે સરકારી કચેરીઓમાં ધરણાં, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર જાહેરનામું Notification in Kutch બહાર પાડી મનાઇ ફરમાવાઇ છે.

કચ્છમાં ધરણાં, ભૂખ હડતાળ કે આવેદનપત્ર બધું પ્રતિબંધિત કરતું જાહેરનામું, શા માટે
કચ્છમાં ધરણાં, ભૂખ હડતાળ કે આવેદનપત્ર બધું પ્રતિબંધિત કરતું જાહેરનામું, શા માટે

કચ્છ કચ્છ જિલ્લાના લોકો માટે આ ખાસ સમાચાર સામે આવી રહ્યાં છે. જિલ્‍લા મધ્‍યસ્‍થ કે તાલુકા સેવાસદનના પરિસરની 100 મીટરની ત્રિજયામાં ધરણાં, પ્રતીક ધરણા, ભૂખ હડતાળ કે ઉપવાસ ઉપર બેસવા મનાઇ ફરમાવી દેવાઇ છે. ભુજની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને પ્રવેશવા પર unauthorized middlemen prohibited in government offices, જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી Notification in Kutch પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.

કચ્છમાં જાહેરનામું શું આવ્યું કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણાં, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા, તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્‍યા મુજબ જિલ્‍લા સેવાસદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવાસદનની જેમ જ અંજાર ભચાઉ મુન્‍દ્રા નખત્રાણા અબડાસા નલિયા દયાપર મુન્‍દ્રા માંડવી ગાંધીધામ અને રાપર તાલુકા સેવાસદનની બહાર કે અંદર 100 મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇ મંડળી બનાવી ધરણાં, પ્રતીક ધરણા, ભૂખ હડતાળ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી મનાઇ ફરમાવવામાં આવી છે.

પ્રતિબંધના અમલની મુદત કચ્છ ભુજ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ મીતેષ પંડયા દ્વારા બહાર પડાયેલા આ જાહેરનામા અન્‍વયેનો અમલ 2જી સપ્ટેમ્બર સુધીની મુદત સુધીનો રહેશે. ભુજની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વચેટિયા વ્‍યકિતઓને unauthorized middlemen, પ્રવેશવા પર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનાર અધિનિયમની તથા ભારતીય દંડ સહિતા 1860ની કલમો 1860 Indian Penal Code, હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

જાહેર જનતાને લગતી કામગીરીને લઇ નિર્ણય જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ કચ્‍છ ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી જિલ્‍લા પંચાયત કચેરી બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓ નગરપાલિકાઓ પ્રાદેશિક વાહન વ્‍યવહારની કચેરીઓ વગેરેમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે. તાજેતરમાં કેટલાક બનાવો પરથી ઉકત તમામ કચેરીની આસપાસ તથા નજીકના સ્‍થળે કેટલાક વ્‍યકિતઓ એકલા અથવા ટોળી બનાવીને જાહેર જનતાની છેતરપિંડી કરી પૈસા પડાવે છે.

સરકારી કચેરીઓમાં વચેટિયાઓ પ્રતિબંધિત આ ઉપરાંત ગેરકાયદે પ્રવૃતિ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ભોળવીને કે ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી રીતે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા middlemen prohibited in government offices, તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્‍યકિત, ઈસમો પ્રવૃતિ કરી રહેલ હોવાનું જણાઇ આવેલું છે જેને લઇને આવો ઈરાદો રાખતા વ્યકિતઓની પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હોવાનું જણાવાયું છે.

જાહેરનામું કોને લાગુ નહીં પડે આ જાહેરનામા અન્‍વયે ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતઓને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને લગ્‍નના વરઘોડા તથા સ્‍મશાનયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલ ખાસ કિસ્‍સા તરીકે પરવાનગી અને સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્‍લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135ની પેટા કલમ 3 તથા ભારતીય દંડસંહિતા ભારતના ફોજદારી અધિનિયમ સને 1860ની કલમ 188 અધિનિયમની કલમ 135ની હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.