ETV Bharat / state

Ghat Sthapan Navratri 2023 : ભુજના આશાપુરા માતાના મંદિરમાં વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કરાયું - પ્રથમ નોરતું

કચ્છના પાટનગર ભુજમાં આવેલા 475 વર્ષ પુરાણા આશાપુરા માતાના મંદિરમાં વિધિ વિધાન સાથે દેશદેવીની દ્વિમૂર્તિની સાક્ષીએ ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. નવ દિવસના તહેવાર નવરાત્રિની શરૂઆત કળશની સ્થાપના કરીને કરવામાં આવી છે. નવરાત્રિમાં ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ રહેલું છે. ભુજના આશાપુરા મંદિરે ઘટસ્થાપન સાથે નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે અને ભક્તો હવે 9 દિવસ માટે માતાની વિવિધ રીતે આરધના કરશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 15, 2023, 7:56 AM IST

Ghat Sthapan Navratri 2023

કચ્છ : રાત્રીઓના તહેવાર નવરાત્રિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે ભુજના આશાપુરા મંદિરમાં વર્ષ દરમિયાન 4 નવરાત્રિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના આ 9 દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરી આરાધના કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. તો કેટલાક માઇભકતો અનુષ્ઠાન પણ કરતા હોય છે. નવરાત્રિના 9 દિવસો શુભ કાર્યો માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ આસો નવરાત્રિની નવ તિથિ એવી છે, જેમાં મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય નવે નવ દિવસમાંથી ગમે ત્યારે કરી શકાય છે. નવરાત્રિનાના પાવન અવસર પર લોકો નવો ધંધો શરૂ કરે છે તો અમુક લોકો નવા ઘરમાં પ્રવેશ કરે છે.

Ghat Sthapan Navratri 2023 :
Ghat Sthapan Navratri 2023 :

આશાપુરા મંદિર ખાતે માતાજીનું સ્થાપન કરાયું : નવરાત્રીની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરોમાં મા આદ્યશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન કરવામાં આવે છે. કેટલાંક લોકો શુકન સ્વરૂપે જવારા પોતાની તિજોરી કે કબાટમાં આખા વર્ષ સુધી સાચવી રાખે છે. ફરી નવા વર્ષે બીજા નવા જવારા મૂકીને પછી જ જૂનાં જવારાનું વિસર્જન કરે છે. આજે ભુજના આશાપુરા મંદિર ખાતે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે.

Ghat Sthapan Navratri 2023 :
Ghat Sthapan Navratri 2023 :

આસો મહિનાની નવરાત્રી આવે એટલે દરેક માઇભકતોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. જેના એક ભાગરૂપે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે જે પણ એક મહાપર્વ છે.આ મહાપર્વમાં માતાજીનું આહવાન કરવામાં આવ્યું છે. આ આહ્વાન થકી 9 દિવસ સુધી માતાજી સૌ કોઈની રક્ષા કરે તેવી ભાવના રહેલી હોય છે અને આ મહાપર્વ થી આજે નવરાત્રિનો પ્રારંભ થાય છે. - જનાર્દન દવે, આશાપુરા મંદિરના પૂજારી

કળશ દ્વારા તમામ દેવીદેવતાઓનું આહ્વાન : શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ કળશને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. બ્રહ્માંડમાં તમામ દેવતાઓ સાથે રહે છે એવું માનવામાં આવે છે. નવરાત્રિ પૂજામાં કળશ એ સંકેત છે કે, પૂજામાં કળશ દ્વારા તમામ દેવીદેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. આજે ભુજ ખાતેના આશાપુરા મંદિરે પરંપરા મુજબ તેમજ વર્ષો જુની ધાર્મિક વિધિ મુજબ ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં માઇભકતો જોડાયા હતા.

Ghat Sthapan Navratri 2023 :
Ghat Sthapan Navratri 2023 :

કળશની સ્થાપના કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે : આમ તો નવરાત્રિમાં કળશની સ્થાપના સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રી હરિવિષ્ણુ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા જેથી તેમાં અમરત્વની અનુભૂતિ થાય છે અને તે જ કારણે ઘરના કોઈ પણ શુભ પ્રસંગે ઘટ સ્થાપન અથવા તો કળશ સ્થાપન કરવામાં આવે છે. કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોય છે અને કળશને શુભ કાર્યનું પ્રતિક માનવામાં આવે છે તેવું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.

  1. Shardiya Navratri 2023 : નવરાત્રીના પહેલા દિવસે આ રીતે કરો દેવી શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાનો શુભ સમય
  2. Navratri 2023: નવરાત્રી ઉપર ટ્રેડિશનલ ડ્રેસ ખરીદવા કરતા ભાડેનો વિકલ્પ પંસદ કરતાં ખેલૈયાઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.