- કાળા ડુંગરના ખીણમાં મળી આવ્યા સંગીતમય પથ્થરો
- પ્રવાસીઓ માટે કાળા ડુંગર ખાતે હવે આકર્ષણનાં કેન્દ્રો વધ્યા
- કાળા ડુંગરના મેગ્નેટિક ક્ષેત્ર બાદ હવે સંગીતમય પથ્થરો થી લોકો મંત્રમુગ્ધ
કચ્છ: કચ્છમાં મહત્તમ ઉંચાઇ ધરાવતા પ્રવાસન સ્થળ તરીકે જાણીતો કાળો ડુંગર સનસેટ પોઈન્ટ તેમજ ચુંબકીય ક્ષેત્ર માટે પ્રખ્યાત હતું. પરંતુ તાજેતરમાં સ્થાનિક ફોટોગ્રાફરોને સંગીતમય પથ્થરો મળી આવ્યા હતા. આ સંગીતમય પથ્થરોને કારણે કાળા ડુંગરનાં નજરાણામાં એક નવી વિશેષતા ઉમેરાઈ છે.
કચ્છનાં રણમાંથી મળી આવેલા રણકતાં પથ્થરો અંગે ભૂજનાં ખ્યાતનામ ફોટોગ્રાફર રોમક ગજ્જર સાથે વાત ફોટો વૉક દરમ્યાન સ્થાનિક ફોટોગ્રાફરોને મળ્યા આ પથ્થરોકચ્છ બોર્ડર વિસ્તારમાં આવેલા કાળા ડુંગરની વેલી ઓફ બ્લેક હિલ્સમાં યોજાયેલ ફોટોવોક દરમિયાન ફોટોગ્રાફર આશિષ ગોહિલ અને હેમ રાઠોડને મેટાલિક સાઉન્ડ પથ્થરો મળી આવ્યા હતા. આ પથ્થરોમાં અન્ય કોઈ પદાર્થ ટકરાય ત્યારે કોપરબેલ જેવો મધુર સંગીતમય અવાજ આવે છે. તેઓ દ્વારા લેવામાં આવેલો સંગીતમય પથ્થરોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. ઉલ્લેખનીય છે કે, કાળો ડુંગર અગાઉથી પ્રવાસન સ્થળ તરીકે જાણીતો હતો. હવે, આ નવા નજરાણાને નિહાળવા લોકોની ભીડ ઉમટી પડે તો એમાં નવાઈ નહીં.