ETV Bharat / state

મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણ: DRI દ્વારા કુલ 9 આરોપીની કરાઈ ધરપકડ

મુન્દ્રા પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન ડીઆરઆઈ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈન પ્રકરણમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં વધુ એક કોઇમ્બતુરના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણ: DRI દ્વારા કુલ 9 આરોપીની કરાઈ ધરપકડ
મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણ: DRI દ્વારા કુલ 9 આરોપીની કમુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણ: DRI દ્વારા કુલ 9 આરોપીની કરાઈ ધરપકડરાઈ ધરપકડ
author img

By

Published : Sep 27, 2021, 10:36 AM IST

  • મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ
  • બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં વધુ એકની ધરપકડ
  • મુન્દ્રા પોર્ટ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ

કચ્છ: મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણમાં અગાઉ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને હવે આ બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં વધુ એક કોઇમ્બતુરના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોઇમ્બતુરમાં રહેતો આરોપી પહેલા ઈરાનમાં કામ કરતો હતો અને 21000 કરોડના હેરોઇન પ્રકરણમાં તેનું નામ સામે આવ્યું છે.

મુન્દ્રા પોર્ટ હેરોઈન પ્રકરણમાં કુલ 9 લોકોની ધરપકડ

કોઇમ્બતુરના આ આરોપીને વધુ પુચ્છપરછ માટે ગાંધીધામમાં લવાવામાં આવ્યો હતો અને આ પ્રકરણમાં તેની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે, સતાવાર રીતે હજુ આરોપી અંગેની વધારે માહિતી બહાર પાડવામાં આવી નથી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જખૌ દરિયા કિનારેથી 30 કીલો હેરોઇન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાનીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

આરોપી અગાઉ ઈરાનમાં રહેતો અને ત્યાં ફોરેન ટ્રેડના કામ સાથે જોડાયેલ હતો

આ નવમો આરોપી કે જે અગાઉ ઈરાનમાં રહેતો હતો અને ત્યાં ફોરેન ટ્રેડના કામકાજ સાથે જોડાયેલો હતો મુન્દ્રા પોર્ટ પર આવેલા કન્ટેનર ઈરાનમાં લોડ થયો હોવાથી આરોપીની લોડિંગ પ્રક્રિયામાં સંડૉવણી હોવાની શંકાના આધારે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કચ્છનાં દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 8 પાકિસ્તાની ઝડપાયા

DRI દ્વારા અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ

આ હેરોઈન પ્રકરણમાં ડીઆરઆઈ દ્વારા આ કન્ટેનરના આયાતકાર દંપતી સુધાકર, વૈશાલી, ત્રણ અફઘાનિસ્તાનની, એક ઉઝબેક નાગરિક અને અન્ય ભારતીય વ્યક્તિઓ મળીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.