કચ્છ: કોઈ પણ દેશને વિકસિત દેશ બનાવવા પાછળ કરદાતાઓનો પણ મહત્વનો ફાળો રહેતો હોય છે. ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ ભરી કરદાતાઓ દેશની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કચ્છ CGST દ્વારા ગત વર્ષે ડિસેમ્બર માસ મહિનામાં રૂ. 251.36 કરોડની આવક મેળવી વર્ષ 2022ના ડિસેમ્બર માસની સરખામણીએ રૂ. 37.14 કરોડની વધુ આવક મેળવી 17.34 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે અને વર્ષ 2023નો પૂરા વર્ષનું દર મહિનાનું 10.3 ટકાના વિક્સ દરે 17.34 ટકા જેટલું વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
9 માસમાં જ ગત વર્ષના નાણાકીય વર્ષ કરતા વધુ આવક
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કચ્છ કમિશનરેટે કુલ 2296 કરોડની આવક પ્રાપ્ત કરી હતી જે ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં જ પાર કરવામાં આવી છે. CGST કચ્છ કમિશનરેટે ચાલુ નાણાકીય વર્ષ 2023-2024માં ડિસેમ્બર 2023 સુધી માસિક અંદાજિત 256.70 કરોડની આવક થઈ છે જે નાણાકીય વર્ષ 2022-23માં 224.57 કરોડ, નાણાકીય વર્ષ 2021-22માં 191.32 કરોડ અને નાણાકીય વર્ષ 2020-2021માં 160.25 કરોડ જેટલી હતી.
જીએસટી અંગેની જનજાગૃતિ માટે જુદાજુદા કાર્યક્રમ
કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટીઝ એસોસિએશન, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ્રસ્ટીઝ ફેડરેશન ભુજ, ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે GSTના પરિમાણો જનજાગૃતિ અંગે જુદાજુદા કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. દિવસેને દિવસે લોકોમાં GSTને લઈને જાગૃતતા વધી રહી છે લોકોને જીએસટી અંગે ઉંડાણપૂર્વક સમજ આવે કે GST શું છે તે કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે તેની સમજ આપવામાં આવે છે.તો વધુમાં વધુ લોકો ટેકસ ભરવા માટે આગળ આવી રહ્યા છે અને CGST ની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.
CGST કચ્છની આવકમાં સતત વધારો અને નવા વર્ષ-2024 ના આગમનના આ અવસર પર, CGST કચ્છ કમિશનરેટ દ્વારા કરદાતાઓ, વેપારી સંગઠનો/સંસ્થાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સ સહિત તમામ હિતધારકોને તેમના સમર્થન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.