ETV Bharat / state

Mint of Kutch Kingdom : એક સમય હતો જ્યારે અહીં રજવાડાની ટંકશાળ હતી, ચલણ અને સિક્કાઓનો ઇતિહાસ

author img

By

Published : Jul 23, 2022, 6:24 PM IST

ચલણી નોટો કે સિક્કા ઘણાં માટે સંગ્રહ કરવાનો વિષય હોય છે એ તમે જોયું હશે. એમાં અલગ અળગ પ્રકારના અને પ્રદેશના સિક્કાઓના સંગ્રહનું (History of Currency and Coinage) નોખું મૂલ્ય હોય તો જાહેર માધ્યમો નોંધ પણ લે. આજે કચ્છ રજવાડાની ટંકશાળ (Mint of Kutch Kingdom ) અને તે સમયના ચલણી સિક્કાઓની એવી જ અદભૂત વાતોનો (History of Currency and Coinage) ખજાનો આ અહેવાલમાં લઇને આવ્યું છે ઈટીવી ભારત.

Mint of Kutch Kingdom : એક સમય હતો જ્યારે અહીં રજવાડાની ટંકશાળ હતી, ચલણ અને સિક્કાઓનો ઇતિહાસ
Mint of Kutch Kingdom : એક સમય હતો જ્યારે અહીં રજવાડાની ટંકશાળ હતી, ચલણ અને સિક્કાઓનો ઇતિહાસ

કચ્છ - ભારતમાં પ્રાચીન સમયમાં 562 રજવાડા પૈકી 13 રજવાડાંઓને જ સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી.જેમાં કચ્છમાં પણ સિક્કા બહાર પાડવામાં આવતા હતા. કચ્છમાં પણ એક ટંકશાળ (Mint of Kutch Kingdom ) આવેલી હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. ત્યાં કચ્છ રાજનું તત્કાલીન ચલણી નાણું (Coins of kutch Mint) છપાતું.અને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા બહાર (History of Currency and Coinage) પાડવામાં આવતા હતાં.

કચ્છ રજવાડાની ટંકશાળ સમયની અદભૂત વાતોનો ખજાનો

ચલણનાં આગવાં મૂલ્યો - ઐતિહાસિક રાજા રજવાડાંના સમયમાં કદાચ હૂંડિયામણની સમસ્યા આજના જેટલી અને જેવડી વિકટ નહોતી. એકબીજાં રાજ્યોનાં ચલણની સરખામણી માટે આજના જેવી સ્પર્ધા પણ નહોતી, છતાં એ ચલણનાં આગવાં મૂલ્યો હતાં. આજે પણ કચ્છ રાજ્યના જૂના ચલણી સિકકાઓ જૂના લોકોનાં ઘરોમાંથી સચવાયેલી હાલતમાં મળી આવે છે.

1948 સુધી કચ્છ અલગ રાજય તરીકે હતું- અગાઉના રાજાઓ પોતાનાં નામના અને પોતાના ચિત્રવાળા સિક્કા બનાવીને ચલણમાં મૂકતા. ગુજરાતમાં છેક 1948ની સાલ સુધી આવાં કચ્છ, ગાયકવાડ વગેરે જેવા મોટાં રજવાડાંના સિક્કા ચલણમાં હતા. એમાં કચ્છના ચલણનું હૂંડિયામણની દૃષ્ટિએ અદકેરું મહત્વ હતું. 1948 સુધી કચ્છ અલગ રાજય તરીકે હતું. આજે કચ્છી ચલણનું અસ્તિત્વ નથી એ મ્યુઝિયમની મહોલાત બનીને હાલમાં (History of Currency and Coinage) પડ્યું છે, પરંતુ એના પરથી એના ભવ્ય ભૂતકાળનો ચળકાટ (Coins of kutch Mint)હજી પણ ઝાંખો પડ્યો નથી.આજે પણ કચ્છમાં અનેક લોકોએ સિંઘ પ્રાંતના સમયથી અત્યાર સુધીના વિવિધ સિક્કાઓનું કલેક્શન કર્યું છે.

30મા રાજવી રાવશ્રી જામ ખેંગારજીએ સન 1510માં કચ્છના શાસનની ધૂરા સંભાળી -સોળમી સદીમાં સુલતાન મહમ્મદ બેગડાની સહાયથી કચ્છના નાના રાજ્યોને પોતાના પ્રભાવ નીચે આણીને જાડેજા વંશના 30મા રાજવી રાવશ્રી જામ ખેંગારજીએ (Maharavas of Kutch) સન 1510માં કચ્છના શાસનની ધૂરા સંભાળી અને પોતાના પિતાની હત્યા કરાવનાર જામ રાવળને કચ્છની બહાર ખદેડ્યા. રાવળ જામે સૌરાષ્ટ્રમાં આવી નાગણી કબ્જે કરી નવું નગર વસાવ્યું. અને નવાનગરમાં પોતાની રાજધાની સ્થાપી.

છેલ્લા ચાર શતક દરમ્યાન પર ચાર મહાસત્તાઓ - એ સમયે સોળમી સદીના ઉત્તરાર્ધમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાંદીની કોરી અને તાંબાનાં દોકડાનું એક નવું ચલણ શરુ થયું જે ક્રમશઃ પૂરા સૌરાષ્ટ્રમાં ફેલાયું.આ નવા ચલણમાં આ પ્રદેશની પ્રજાને પોતાના ચલણનો ભાસ થયો અને તે એટલું લોકપ્રિય બન્યું કે છેલ્લા ચાર શતક દરમ્યાન પર ચાર મહાસત્તાઓ (1)ગુજરાત સુલતાનો (2) મુગલ બાદશાહો (3) મરાઠા સરદારો અને (4) બ્રિટિશ હાકેમોની હકૂમત અને ચલણો ચાલ્યા ત્યારે કોરી દોકડાનું ચલણ તેની સાથોસાથ સમાંતરપણે ચાલતું રહી આ પ્રદેશનું પ્રમુખ ચલણ (History of Currency and Coinage) ત્યાં સુધી બની રહ્યું કે જ્યાં સુધી બ્રિટિશરોએ રાજ્યો દ્વારા તેને પાછું ના ખેંચાવ્યું.

આ પણ વાંચોઃ ખોદકામ દરમિયાન મળી આવ્યા બ્રિટિશ શાસનના સોનાના સિક્કા

કચ્છમાં પોતાનું ચલણ પ્રથમ કોરીના સિક્કા વડે ઈસવીસન 1617માં અમલમાં આવ્યું- રાવશ્રી ભારમલજીએ (Maharavas of Kutch) બાદશાહ જહાંગીરની મુલાકાત લીધી અને બાદશાહને 2000 રૂપિયાની ઘોળ કરી તથા 200 સોનામહોરો અને 100 કચ્છી ઘોડાઓનું નઝરાણું ધર્યું. બાદશાહે એની કદર કરીને રાવશ્રીને એક ઘોડો, એક હાથી, એક હાથણી, ખંજર, તલવાર અને વીંટીઓની બક્ષિસ આપી. એ સમયની યાદગીરીમાં કોરીનો ચલણી સિક્કો બહાર પાડવાની રાવશ્રીને પરવાનગી મળી હતી. આમ, કચ્છમાં પોતાનું ચલણ (History of Currency and Coinage) પ્રથમ કોરીના સિક્કા વડે ઈસવીસન 1617માં અમલમાં આવ્યું.

1948 સુધી તાંબા અને ચાંદીના સિક્કાઓ ચલણમાં રહ્યા હતા -કચ્છ રાજ્યમાં શરૂઆતમાં આ ચલણી સિક્કાઓ સોનામાંથી (Gold Coins in Kutch) , ચાંદીમાંથી અને તાંબામાંથી બનાવવામાં આવતા. જોકે સમયાંતરે સોનાના સિક્કા બહાર પાડવાનું બંધ કરી છેક 1948 સુધી તાંબા અને ચાંદીના સિક્કાઓ ચલણમાં રહ્યા હતા. મોટાં ચલણ રૂપે કોરી, આધિયો, પાંચિયો અને અડધિયો સિક્કાઓ ચાંદીનાં રહેતાં, જયારે નાના ચલણ તરીકે તાંબિયા, દોકડા, ઢીંગલાં અને ઢબુ એ તાંબાના સિક્કાઓ ચલણમાં (Coins of kutch Mint) રહ્યા હતા. ચલણના મુખ્ય માધ્યમ તરીકે ચાંદીની કોરીના સિક્કાને એકમ તરીકે સ્વીકારાયો હતો અને એની સરખામણીએ અન્ય સિક્કાઓને (History of Currency and Coinage) મૂલવાતા.

આ પણ વાંચોઃ પૌરાણિક વારસો જાળવી રાખવા કરાય છે વડોદરાના રાજા રજવાડા સમયના ચલણ અને પુસ્તકોનો સંગ્રહ

તાંબાના સિક્કા 8 ઢબુ બરાબર એક કોરી -કચ્છના ચલણી ચાંદીની કોરીનું વજન 12 વાલ એટલે કે દસ આની ભાર આંકવામાં આવ્યું હતું. મૂલ્યમાં પાંચિયો બરાબર એક કોરી થતી તો અઢી કોરીનો એક અડધિયો અને અડધી કોરી બરાબર એક આધિયો થતો. તો તાંબાના સિક્કા 8 ઢબુ બરાબર એક કોરી તેમ 16 ઢીંગલાં, 24 દોકડા અને 48 તાંબિયાનું મૂલ્ય પણ એક કોરી બરાબર થતું. સોના અને ચાંદીની ધાતુઓના ભાવની અસમતુલાને કારણે સોનાના સિક્કા (Gold Coins in Kutch) બંધ થયા હોવાનું કહી શકાય, કારણ કે શરૂઆતમાં સોનાની એક કોરીનો ભાવ 26 ચાંદીની કોરી (History of Currency and Coinage) બરોબર થતો.

બ્રિટિશ સરકારે કચ્છ રાજ્યમાં ચલણી નોટો છાપવાની પરવાનગી ન આપી -કચ્છ ફિલાટેલિક એસોસિએશનના (Kutch) પ્રમુખ ચંદ્રવદન જી. મહેતાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જોકે ચલણમાં આગળ જતાં છેક છેલ્લે એટલે કે 1948 પહેલાંનાં થોડાં વર્ષો પહેલાં ચલણી નોટો પણ છપાઈ હતી, પરંતુ એ ચલણમાં મૂકવાનો પ્રસંગ આવ્યો નહોતો. એ 25, 50, 100 અને 500 કોરીની નોટો લંડનમાં છપાયેલી. એના પર મહારાવશ્રી વિજયરાજજીનું (Maharavas of Kutch) ચિત્ર તથા દીવાન ત્રિભોવનદાસ રાજાની સહી હતી. પાછળની બાજુએ વહાણ, કિલ્લો અને શસ્ત્રનાં પ્રતીકો (History of Currency and Coinage) છાપેલાં હતાં. એ નોટો આજે પણ કચ્છ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે.પરંતુ બ્રિટિશ સરકારે કચ્છ રાજ્યમાં આ નોટો છાપવાની પરવાનગી આપી ન હતી.

લોકોને પણ પોતાની ચાંદીની પાટો આપીને કોરીના સિક્કા પડાવી જવાની છૂટ હતી -કચ્છ રાજ્યની વિશિષ્ટતા એ હતી કે ચલણી સિક્કાઓ રાજ તરફથી છપાવી ચલણમાં મુકાતા. એ ઉપરાંત લોકોને પણ પોતાની ચાંદીની પાટો આપીને કોરીના સિક્કા પડાવી જવાની (History of Currency and Coinage) છૂટ હતી. જોકે રાજાશાહી પરંપરાગત પદ્ધતિ એવી હતી કે જ્યારે રાજા ગાદી પર બેસે ત્યારે તિલકવિધિ થઈ ગયા બાદ નવા રાજા કૂળદેવી આશાપુરાના મંદિરે દર્શન કરવા જાય અને ત્યાંથી ટંકશાળે (Mint of Kutch Kingdom ) જાય. ટંકશાળમાં (Mint in kutch ) તેમના નામના સિક્કા પાડવાની વિધિ કરવામાં આવતી.

1929-30માં ભુજમાં નવી ટંકશાળ શરૂ કરવામાં આવી - ત્યાર બાદ ઈસવીસન 1920 સુધી આ તમામ સિક્કાઓ મહારાવશ્રીની (Maharavas of Kutch) ટંકશાળમાં (Mint in kutch ) જૂની જગ્યાએથી જ બહાર પડાતા અને છીણી અને હથોડીની મદદથી કોરીઓ પાડતા, પરંતુ ઈસવીસન 1929-30માં ભુજમાં નવી ટંકશાળ (Mint of Kutch Kingdom ) શરૂ કરવામાં આવી ત્યારથી એકસરખા વજન, ઘાટ અને છાપવાળા સિક્કાઓ બહાર પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

એક બાજુએ ફારસીમાં મુઝફરશાહનું નામ, બીજી બાજુએ કટારનું નિશાન ફારસી લખાણ -ઈસવીસન 1617થી ઈસ્વીસન 1948 સુધી, લગભગ 325 વર્ષ સુધી ચલણમાં રહેલા આ સિક્કાઓ પોતાના વજન, ઘાટ અને છાપમાં વિશિષ્ટ ભાત પાડતા હતા. રાવશ્રી ભારમલજી (Maharavas of Kutch) પહેલાના સમયમાં (1586-1632) પ્રથમ વાર જે સિક્કા બહાર પાડવામાં આવ્યા એમાં એક બાજુએ ફારસીમાં મુઝફર શાહનું નામ અને હિજરી સંવત 987 લખ્યું હતું. બીજી બાજુએ કટારનું નિશાન ફારસી લખાણ (History of Currency and Coinage) છે. ત્યાર પછીના રાવશ્રી ભોજરાજજી (1632-1645) તથા રાવશ્રી ખેંગારજી બીજા (1645-1654)ના (Maharavas of Kutch) સમયમાં માત્ર નામનો જ ફેર પડ્યો છે.

સિક્કામાં મહારાવશ્રી લખપતએ શબ્દો -ત્યાર બાદ મહારાવશ્રી લખપતજી (1752-1761)ના (Maharavas of Kutch) સિક્કાઓ દિલ્હીથી બહાર પડાતા સિક્કાઓ જેવા જણાયા હતા. એમાં મહારાવશ્રી લખપત એ શબ્દો હતા. મહારાવશ્રી દેશળજી બીજા (1819-1861)ના સમયના સિક્કાઓમાં એક બાજુએ ફારસીમાં ‘બહાદુરશા બાદશાહ ગાઝી ઝરબે ભુજ’ એવું લખાણ છે અને બીજી બાજુએ ‘રાવશ્રી દેશળજી 1829’ એ શબ્દો ઉપરાંત કટાર અને ત્રિશૂળનાં નિશાનો (History of Currency and Coinage) છે.

આ સોનાની એક કોરી બરાબર ચાંદીની 100 કોરીનો હિસાબ હતો

સોનાની એક કોરી બરાબર ચાંદીની 100 કોરીનો હિસાબ હતો - મહારાવશ્રી પ્રાગમલજી (Maharavas of Kutch) બીજા (1861-1875)ના સમયમાં કોરી, અડધી મહોર અને મહોરના સોનાના સિક્કાઓ બહાર પડાતા. એમાં ફારસીમાં લખ્યું હતું ‘મુલ્કે મુઆઝમા ક્વિન વિકટોરિયા ઝરબ ભુજનગર કોરી દુવતમ 1870’. આ સોનાની એક કોરી બરાબર ચાંદીની 100 કોરીનો હિસાબ હતો. મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા (1876-1942)ના સમયમાં મહારાઓશ્રીના (Maharavas of Kutch) મહોરવાળા સિક્કાઓ બહુ જૂજ બહાર પાડવામાં આવ્યા હતા.

એક તરફ ‘જય હિન્દ, કોરી એક, ભુજ’ અને બીજી તરફ ‘મહારાવશ્રી મદનસિંહજી કચ્છ 2004’- મહારાઓશ્રી વિજયરાજજી (1942-1948)ના (Maharavas of Kutch) સમયમાં વચ્ચે કાણાવાળા તાંબાના સિક્કાઓ બહાર પાડવા (Mint of Kutch Kingdom ) સાથે ચાંદીનો 10 કોરીનો સિક્કો (History of Currency and Coinage) પણ પડાવ્યો હતો. ચલણી નોટોની સિરીઝ તેમણે જ છપાવી હતી, પરંતુ એ ચલણમાં લાવી ન શકાઈ. અંતમાં મહારાવશ્રી મદનસિંહજી (Maharavas of Kutch) થોડા મહિનાઓ પૂરતા ગાદી પર બેઠા ત્યારે ઈસવીસન 1948માં સિક્કાઓ પર મોગલ અગર બ્રિટિશ સત્તાના ઉલ્લેખને બદલે એક તરફ ‘જય હિન્દ, કોરી એક, ભુજ’ અને બીજી તરફ ‘મહારાવશ્રી મદનસિંહજી કચ્છ 2004’ એમ દેવનાગરી શબ્દો તથા કટારી, ત્રિશૂળ અને ચંદ્રનાં નિશાન હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.