ETV Bharat / state

Migratory birds in Kutch 2022 : 5000 કિલોમીટરનું અંતર કાપી આવેલાં નયનરમ્ય વિદેશી પક્ષીઓએ હમીરસરની શોભા વધારી - કચ્છમાં યાયાવર પક્ષીઓ 2022

શિયાળો જામતાં ભુજના હમીરસર તળાવમાં અનેક પ્રજાતિના પશુઓનો મેળાવડો જામ્યો છે. માણો આ વર્ષે આવેલા યાયાવર (Migratory birds in Kutch 2022 ) પક્ષીઓનો નજારો...

Migratory birds in Kutch 2022 :  5000 કિલોમીટરનું અંતર કાપી આવેલાં નયનરમ્ય વિદેશી પક્ષીઓએ હમીરસરની શોભા વધારી

author img

By

Published : Feb 4, 2022, 3:15 PM IST

કચ્છઃ દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છમાં નયનરમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે.જાન્યુઆરીમાં શિયાળો બરાબર જામતા ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં (kutch Hamirsar Lake ) અનેક પ્રજાતિના પશુઓનો મેળાવડો જામે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ અનેક પક્ષીઓ આવ્યા છે જે નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર (Migratory birds in Kutch 2022 ) બન્યા છે.

ખાસ કરીને આ પક્ષીઓ હમીરસર તળાવમાં માછલાં ખાવા માટે પણ આવતા હોય છે

કચ્છનું રણ યાયાવર પક્ષીઓ માટે સુરક્ષિત

કચ્છના રણમાં તો દર વર્ષે અનેક યાયવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ (Migratory birds in Kutch 2022 ) અહીં આવે છે.

વિવિધ જાતના વિદેશી પક્ષીઓએ હમીરસર તળાવની શોભા વધારી

જાન્યુઆરી મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું હતું.ભુજના હદય સમાન હમીરસર તળાવમાં (kutch Hamirsar Lake )પણ great white pelican, brown pelican, Dalmatian Pelican, Painted stork, grey heron, little blue heron, great egret, little egret, spotted whistling duck, marbled duck, plover, red wattled lapwing, red naped Ibis, greater flamingo, lesser flamingo વગેરે જેવા પક્ષીઓ (Migratory birds in Kutch 2022 ) જોવા મળી રહ્યા છે.

નયનરમ્ય વિદેશી પક્ષીઓ સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

હમીરસર તળાવમાં (kutch Hamirsar Lake )આવેલા વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ઉપરાંત અનેક પક્ષીઓ ભુજના હમીરસર તળાવમાં વર્ષો બાદ આવ્યા છે અને કોરોનાકાળ પછી માંડ આવા પક્ષીઓ (Migratory birds in Kutch 2022 ) જોવા મળ્યા છે. પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે તેમની સંખ્યા વધારે છે અને ભુજમાં રહેતા લોકો સવારના વોકિંગ કરવાના સમયે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરતા પણ નજરે જોવા મળે છે.

ફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવે છે

આ પણ વાંચોઃ પોરબંદરમાં જોવા મળ્યું સાઈબીરિયાનું યાયાવર પક્ષી, અભયારણ્યના કર્મચારીએ બનાવેલો વીડિયો વાઈરલ

ભુજના હમીરસર તળાવમાં 125 જાતના પક્ષીઓ જોવા મળે છે: પક્ષીવિદ

કચ્છના જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,ભુજનું હમીરસર તળાવ (kutch Hamirsar Lake ) એ એવા સ્થળે નિર્માણ પામ્યું છે કે જ્યાં અનેક જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે જેને આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે. તેમના અવલોકન મુજબ તેઓએ અહીં 125 જાતના પક્ષીઓ જોયા છે.

રશિયાથી 5000 કિલોમીટરનું અંતર કાપીને કચ્છ આવે છે વિદેશી પક્ષીઓ

નવીનભાઈ બાપટ દર વર્ષે રશિયન વેટલેન્ડ બ્યુરો તરફથી પૂરા એશિયામાં પક્ષી ગણતરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે દર વર્ષે તેઓ ભુજના હમીરસર તળાવમાં જોવા મળતા વિવિધ પ્રજાતિઓના પક્ષીઓની ગણતરી કરતાં હોય છે. હાલ હમીરસર તળાવમાં (kutch Hamirsar Lake ) શિયાળાની ઋતુમાં ગ્રેટ પેલિકન જે છેક રશિયાથી અહીં આવ્યા છે (Migratory birds in Kutch 2022 ) તે હવે માર્ચ મહિનામાં અહીંથી ચાલ્યા જશે. આ પક્ષીઓ 5000 કિલોમીટરનું અંતર કાપી અહીં આવતા હોય છે. અને ઉનાળા દરમિયાન પોતાના પ્રદેશ પરત ઈંડા આપવા જતા હોય છે. ખાસ કરીને આ પક્ષીઓ હમીરસર તળાવમાં માછલાં ખાવા માટે પણ આવતા હોય છે.

આ પણ વાંચોઃ Migratory Birds in Gir Forest: શિયાળો શરૂ થતાં જ ભાગ્યે જ જોવા મળતું પક્ષી બેસરા પક્ષીનું જૂનાગઢમાં આગમન

પેલિકનને 13 વર્ષથી અહીં જ રોકાયું હતું

ગુલાબી પેણ પક્ષી અંગે વાતચીત કરતા પક્ષીવિદે જણાવ્યું હતું કે, એક પેલિકન પક્ષી એવું હતું જે અહીઁ જાન્યુઆરી દરમિયાન આવ્યું હતું પરંતુ પતંગના દોરના કારણે પાંખમાં ઇજા થતાં તે પોતાના વતન રશિયા પરત ફરી શકયું ન હતું અને છેલ્લાં 13 વર્ષો સુધી તે અહીં જ આ તળાવમાં રોકાયું હતું.

આ પક્ષીઓને પોતાના વતન જેવો જ ખોરાક અને વાતાવરણ અહીં મળેે છે

ભુજના હમીરસર તળાવમાં બે જાતના પેલિકન, 13 જાતના બતકો, 8 જાતના બગલા જોવા (Migratory birds in Kutch 2022 ) મળે છે, શિકારી પક્ષીઓ તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ પક્ષીઓને પોતાના વતનમાં જેવું ખોરાક અને વાતાવરણ (kutch Hamirsar Lake ) મળે છે તેવું જ ખોરાક અને વાતાવરણ અહીં મળતાં તે દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે આ તળાવની મુલાકાત લે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.