ETV Bharat / state

PM Modi's visit to Kutch : વડાપ્રધાનની કચ્છની મુલાકાત સમયના સંસ્મરણોને કચ્છના સૌથી મોટા મેળામાં અપાયું સ્થાન, આટલી વખત લીધી છે મુલાકાત - વડાપ્રધાન મોદીની કચ્છની મુલાકાતની યાદી

કચ્છના સાયંરા(યક્ષ) ખાતે દર વર્ષે યોજાતા કચ્છના સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરાના ભાતીગળ મેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જેમાં જુદાં જુદા આકર્ષણના કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. 1282મી વખત યોજાઈ રહેલા આ મેળામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની 90 થી પણ વધુ વખતની મુલાકાત સમયની ક્ષણોના તસવીરો સાથેની ગેલેરી ઊભી કરવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 6:36 PM IST

Updated : Oct 3, 2023, 6:45 PM IST

PM Modi's visit to KutchPM Modi's visit to Kutch

કચ્છ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે સમયથી જ તેમને કચ્છ અને કચ્છની પ્રજા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલી વાર કચ્છની મુલાકાત લીધી છે, તે મુલાકાત દરમિયાનની તસવીરોનું પ્રદર્શન કચ્છના સૌથી મોટા મેળામાં આયોજન કરવામાં આવ્યું છે. 17 એકરમાં ઊભા કરેલા આ ભાતીગળ મેળામાં સવાયા કચ્છી તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીની કચ્છ પ્રવાસ દરમિયાનની સંસ્મરણોની પ્રદર્શની આકર્ષણનું કેન્દ્ર બની છે.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

મોદીને કચ્છ પ્રત્યે હંમેશાથી વિશેષ લગાવ છે : જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવ્યા છે ત્યારે ત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છના લોકો સાથે અહીંની સ્થાનિક ભાષામાં વાત કરી તેમની લાગણીઓ વ્યક્ત કરી છે. તો કચ્છીઓએ પણ તેમને એટલી જ ચાહના આપી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરહદી જિલ્લા કચ્છ પ્રત્યે હંમેશાથી વિશેષ લગાવ રહ્યું છે અને વિદેશમાં પણ કચ્છ અને કચ્છીઓના ખમીર અંગે પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કરતા હોય છે. કચ્છ જિલ્લો નરેન્દ્ર મોદીનો પહેલેથી જ સર્વાધિક પ્રિય જિલ્લો રહ્યો છે.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

2001ના ભૂકંપ સમયે લોકોની સેવા કરી : વર્ષ 2001માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપમાં કચ્છમાં સર્વસ્વ વિનાશ થઈ ગયું હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છમાં એક કાર્યકર્તાના સ્વરૂપે કચ્છના ગામડે ગામડે સ્કૂટર પર ફર્યા હતા અને અસરગ્રસ્તોને સહાય પણ કરી હતી. તે સમયે ભૂકંપગ્રસ્ત થયેલા લોકોની સમસ્યા જાણી અને સમસ્યા દૂર કરવાના પ્રયત્નો પણ કર્યા હતા અને સેવા હી સાધના માનીને લોકોની સેવા કરી હતી.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

અંદાજિત 93 વખત તેઓ કચ્છની મુલાકાતે આવ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાનના પદ પર હતા ત્યારે પણ કચ્છના લોકોની વચ્ચે અનેકવાર આવ્યા છે. મુખ્યપ્રધાન પદ પર હતા ત્યારે તેઓ કચ્છની 87 વખત મુલાકાત લઈ ચૂક્યા છે અને કુલ અંદાજિત 93 વખત તેઓ કચ્છની મુલાકાતે આવ્યા છે. કચ્છ જિલ્લાની મુલાકાતે જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે તેમને કચ્છને વિશેષ ભેટ આપી છે. હાલમાં 28 ઓગસ્ટ 2022માં વર્ષ 2001માં આવેલ વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં બનાવવામાં આવેલ સમૃતિવન તેમજ અંજારમાં વીર બાળ સ્મારક, ઊંટડીના દૂધનું સરહદ ડેરીનું પ્લાન્ટ જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું હતું.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

અનેક વાર વિશ્વ પ્રસિદ્ધ કચ્છના સફેદ રણની મુલાકાત કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની મુલાકાત દરમિયાન કચ્છના નારાયણ સરોવર કોટેશ્વરની મુલાકાત લીધી તે સમયની તસવીરો અહીં પ્રદર્શન અર્થે લગાડવામાં આવી છે. તો અનેક વાર વિશ્વ પ્રસિદ્ધ કચ્છના સફેદ રણની મુલાકાતે પણ નરેન્દ્ર મોદી આવી ચૂક્યા છે. ઉપરાંત કચ્છના માંડવીમાં વર્ષ 2012માં યોજાયેલ સદભાવના મિશનમાં પણ નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના જીવાદોરી સમાન નર્મદાના નીરના વધામણા તથા ટપ્પર ડેમમાં નર્મદાના પાણી પહોંચાડવાનું શુભારંભ પણ કરવામાં આવ્યું હતું.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

વડાપ્રધાનની રાજકીય અને સામાજિક કાર્યક્રમોની મુલાકાતના સંસ્મરણો : આ ઉપરાંત માંડવી દરિયાકિનારે આયોજિત થયેલ રેત શિલ્પ સમયના, કચ્છી તહેવાર અષાઢી બીજના દિવસે, કચ્છ કાર્નિવલ સમયે પણ નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતા. તો અનેકવાર કચ્છના પ્રખ્યાત સફેદ રણ ખાતે યોજાતી ચિંતન શિબિરમાં પણ નરેન્દ્ર મોદીએ ભાગ લીધો છે. ભારતીય જનતા પાર્ટીની વિવિધ યોજનાઓ માટે તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારી વખતે, ગરીબ કલ્યાણ મેળામાં, ધર્મશાળા બોર્ડર પર ધ્વજવંદન કાર્યક્રમમાં, સ્વામી વિવેકાનંદ યુવા પરિષદ સમયે, સ્વામિનારાયણ મંદિરના પ્રોગ્રામ સમયે, મેં નહિ હમ કાર્યક્રમમાં, બીએસએફના જવાનો સાથેના દિવાળી મિલન તે સમયની તસવીરો પણ આ મેળામાં યોજાયેલ પ્રદર્શનીમાં મૂકવામાં આવી છે.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

ચંદ્રયાન 3 અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ રખાયા : આ પ્રદર્શનીમાં ચંદ્રયાન 3 અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ પણ અહીં ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મેળામાં મુલાકાત લેવા આવેલા લોકો સેલ્ફી વિથ નમો ક્લિક કરી રહ્યા છે. સાથે જ નરેન્દ્ર મોદીની કચ્છ પુનઃનિર્માણ વિચાર ગોષ્ટી 2001 સમયની તસવીરોનું પ્રદર્શન - અંજાર ખાતે યોજાયેલ સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથના સ્વાગત સમારોહ સમયે પણ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા જેના સંસ્મરણોની તસવીરો પણ અહીં રાખવામાં આવી છે.

PM Modi's visit to Kutch
PM Modi's visit to Kutch

લોકાર્પણ સમયની તસવીરો લગાવાઇ : નરેન્દ્ર મોદીએ ભુજ ખાતેના એરફોર્સ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી ત્યારની તસવીરો,જનરલ હોસ્પિટલના લોકાર્પણ સમયેની તસવીરો, ભાડા કચેરીના ઉદ્ઘાટન સમયની તસવીરો, વિરાંજલી યાત્રાની તસવીરો, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જન્મ સ્થળ માંડવી ખાતેની અસ્થીકળશ લાવ્યા તે સમયના મુલાકાત સમયની તસવીરો આ ઉપરાંત જે.પી.સિમેન્ટ પ્લાન્ટ, કાળો ડુંગર ખાતે યોજાયેલ કાર્યક્રમ, પાલારા જેલ અર્પણ વિધિ, વેલસ્પન કંપનીના ઉદ્ઘાટન સમયની તસવીરોનું પ્રદર્શન આજે અહીં ગોઠવવામાં આવ્યું છે.

  1. Bhadarvi Poonam Melo : ભાદરવી પૂનમ મેળાના પ્રસાદમાં વપરાતું ઘી અખાદ્ય હતું ?, જિલ્લા કલેક્ટરે આપી માહિતી
  2. CCTV Project : નેત્રમ અને વિશ્વાસ પ્રોજેકટ અધૂરો? ગુજરાતના 34 પોલીસ સ્ટેશનમાં 149 CCTV કેમેરા બંધ હાલતમાં

Last Updated : Oct 3, 2023, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.