કચ્છઃ વેલેન્ટાઈન ડે એટલે કે, પરસ્પર પ્રેમની સમજૂતી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માબાપ, બાળકો, પતિપત્ની, વડીલો સર્વે પ્રત્યે પ્રેમ હોય. આવી જ રીતે આજે (મંગળવારે) ભુજની માતૃછાયા વિદ્યાલયમાં 150થી 200 વાલીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતાનું પૂજન કરી તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ભુજની શાળામાં માતૃપિતૃ પૂજન કરાયુંઃ આજે 14મી ફેબ્રુઆરી એટલે કે, વેલેન્ટાઈન ડે. સાચા અર્થમાં બાળકો માતાપિતાને પ્રેમ કરતા હોય છે અને માતાપિતા બાળકોને. આજે માતૃપૂજન પિતૃપૂજન દિવસ છે. ભુજની માતૃછાયા શાળા હંમેશા બાળકોના ઘડતરનો કાર્ય કરતી હોય છે. ભણવામાં તો સરસ કામ થાય છે, પરંતુ સાથે સાથે સંસ્કાર ઘડતરનું જીવનમાં એનું ખૂબ મૂલ્ય છે.
બાળપણથી જ સંસ્કારોનું સિંચનઃ માતૃછાયા વિધાલયના આચાર્ય પંકજબેન રામાણીએ જણાવ્યું હતું કે, બાળક ભણતો હોય ત્યારે ટકાવારીમાં 2-3 ટકા ઓછા આવે તો એનાથી કંઈ નુકસાન થતું નથી, પણ જો જીવનમાં સંસ્કારોની કમી થાય એ યોગ્ય ન કહેવાય એ માતૃછાયા સતત એમના બાળકોને આ જ્ઞાન મળે એવા હંમેશાં પ્રયત્ન કરતી હોય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે, મીડિયાના યુગમાં નાનપણથી જ બાળકને આ સંસ્કારો ન આપવામાં આવે તો એક કહેવત છે ને કે "પાકે ગડે કાંઠા ન ચડે" બાળપણથી જે સંસ્કારો આપણા જીવનમાં થાય છે એ આજીવન ટકી રહે છે.
આ પણ વાંચો Valentine Day 2023: વેલેન્ટાઇન ડે નહિ પણ વ્હાલની ઉજવણી, વાલીની કરવામાં આવી વંદના
150થી 200 જેટલા વાલીઓનું પૂજન કરાયુંઃ આજે વિદ્યાલયમાં પિતૃપૂજનના દિવસે એમની વંદના કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની સંખ્યા તો બહુ જ મોટા પ્રમાણમાં છે અને બધા વાલીઓની એમાં સામેલ નથી કરી શક્યા એનું પણ દુઃખ છે. લગભગ 150થી 200 જેટલા વાલીઓ અહીં આવ્યા છે. તમે સૌ જોઈ રહ્યા છો કે, દરેક બાળકના ચહેરા પર દરેક વાલીના ચહેરા પર કેટલી ખુશી જોવા મળે છે. કારણ કે, પોતાના બાળકો જ્યારે માબાપનું પૂજન કરે છે ત્યારે માતા પિતા ખૂબ ખુશ થાય છે.