કચ્છ: કચ્છની સૌથી મોટી ગૌશાળાના સંસ્થાપક(Kutch's biggest cowshed) અને ગૌ પ્રેમી એવા ભાનુશાલી સમાજના અગ્રણી મનજી બાપુ છે. વહેલી સવારે તેમને અજાણ્યા શખ્સ દ્વારા રાજકીય પક્ષ બદલી નાખવા નહિ તો હાથ કાપી નાખવાની ધમકી (threatened to change political party) આપવામાં આવી હતી. ભાનુશાલી સમાજના 25થી 30 ગામના આગેવાનોએ બેઠક યોજી હતી. આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર(Application letter to Mamlatdar) આપીને શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ(legal action against the person) કરી હતી.
રાજકીય પક્ષ બદલવા ધમકી: મનજી બાપુ વહેલી સવારે રૂમની બહાર નીકળ્યાં ત્યારે રાતા તળાવના સંકુલના કમ્પાઉન્ડની દીવાલ પાછળથી એક અજાણ્યા શખ્સે પડકાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે કોંગ્રેસના પટ્ટા ઊતારી નાખજે અને આવતીકાલ સાંજ સુધી જો હાથમાં ભાજપનો પટ્ટો નહીં હોય તો તારા હાથ કાપી નાખશું તેવી ધમકી ઉચ્ચારી હતી. જવાબમાં મનજી ભાનુશાલીએ પણ સામે પડકાર ફેંક્યો હતો અને આવતીકાલે શા માટે અત્યારે જ આવું છું તું ઊભો રહે કહી શખ્સ પાસે પહોંચે તે પહેલા જ શખ્સ ત્યાંથી ભાગી છૂટયો હતો.
ભાનુશાલી સમાજના લોકોમાં નારાજગી: ધમકીને પગલે સમગ્ર કચ્છના ભાનુશાલી સમાજ તેમજ મુંબઈ ભાનુશાલી સમાજના લોકોમાં નારાજગી ફેલાઈ છે. આ સમગ્ર બાબત અંગે સર્વ પ્રથમ નલિયાના પી.એસ.આઈને ફોન કરીને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેઓ ઘટનાસ્થળે આવીને હકીકત પણ જાણકારી મેળવી હતી. નલિયા ખાતે ભાનુશાલી સમાજના 25થી 30 ગામના આગેવાનોએ બેઠક યોજી હતી. આગેવાનોએ મામલતદારન, જિલ્લા ચૂંટણી અધિકારી, ગૃહપ્રધાન, એસપી, ડીવાયએસપી, પી.એસ.આઇને આવેદનપત્ર પાઠવ્યું છે. તાત્કાલિક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. જો તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ભાનુશાલી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેવું સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું.