ETV Bharat / state

અંજારના વરસાણા પાટીયે છરીની અણીએ ટ્રક કરી લૂંટ

અંજારના વરસાણા પાટીયા પાસે ત્રણ અજાણ્યા બાઈકસવાર યુવકો છરીની અણીએ ટ્રક ડ્રાઈવરને લૂંટીને નાસી ગયા હતા ગણતરીના કલાકોમાં જ અંજાર પોલીસે 3 આરોપીને પકડી લીધાં હતાં.

yy
અંજારના વરસાણા પાટીયે છરીની અણીએ ટ્રક કરી લૂંટ
author img

By

Published : Jun 5, 2021, 11:22 AM IST

  • વરસાણા પાટીયા પાસે ટ્રક ડ્રાઈવર પાસેથી લૂંટ
  • બાઈક ચાલકોએ ડ્રાઈવર પાસેથી 4000ના રોકડની લૂંટ કરી
  • પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

કચ્છ: મૂળ રાજસ્થાનનો વતની દયાલસિંઘ રાઠોડ મુંદરા પોર્ટ પરથી કન્ટેઈનર લોડ કરી મોરબી જતો હતો ત્યારે વરસાણા પાટીયા પાસે એર લઈ જતાં ટ્રક બંધ પડી ગઈ હતી. દયાલસિંઘ ટ્રકમાંથી નીચે ઉતરીને રીપેરીંગ કરતો હતો તે સમયે ત્રણ અજાણ્યા બાઈકસવાર યુવકોએ તેની પાસે આવી છરીની અણીએ તેના પાસે રહેલું 4000 રૂપિયાની રોકડ ભરેલું પાકિટ,આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ સહિત અન્ય દસ્તાવેજોની લૂંટ ચલાવાઈ હતી. આ લૂંટના બનાવમાં ડ્રાઈવરને હાથના અંગુઠામાં છરી વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ લાલ રંગની 1893 નંબરની મોટર સાયકલ પર બેસી નાસી છૂટ્યાં હતા. બનાવ અંગે ડ્રાઈવરે તેના શેઠ સાથે તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વોચ ગોઠવીને ત્રણેય આરોપીને ઝડપી લીધા

આ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના PI એમ.એન.રાણાને ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપીઓ લાલ રંગની બાઈક પર ભચાઉથી ગાંધીધામ જઈ રહ્યા છે ત્યારે પોલીસે વોચ ગોઠવીને ત્રણેય આરોપીને પકડી પાડયા હતાં.

આ પણ વાંચો : કામરેજમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હોટલમાં ઘૂસી માલિકને માર મારી લૂંટ ચલાવી

પકડાયેલ આરોપીઓ:

1) વિષ્ણુભાઈ રાજુભાઈ મોસપરા
2)કિશન ચમનભાઈ ઝઝવાડીયા
3)જીતુભાઈ ગોવીંદભાઈ ધધાણીયા

પોલીસે કુલ 49110નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા.4,110, 2 મોબાઇલ ફોન કિંમત રૂ.10,000 તથા એક હીરો હોન્ડા મોટરસાઇકલ નંબર-GJ 12 0 1893 કિંમત રૂ.35,000 મળીને કુલ 49,110ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં લૂંટ કરતી ઉત્તરપ્રદેશની ગેંગના 4 સાગરીતો ઝડપાયા

આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

પોલીસે ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીઓ હાઈવે પર નિકળીને બંધ હાલતમાં ઉભેલા વાહનોના ચાલકો પાસેથી હથિયાર બતાવીને ઈજાઓ પહોંચાડી લૂંટ ચલાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું હતું.તો ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે કલમ 324 મુજબના નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.