ETV Bharat / state

ભુજની જથ્થાબંધ બજારમાં કાંટા પૂજન કરીને ધંધો રોજગાર શરુ કરાયો, આજે 4 કરોડના સોદા થશે - લાભપાંચમ

ભુજની જથ્થાબંધ બજારમાં આજે લાભપાંચમના દિવસે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મગનો વેપાર કરીને શુભારંભ થયો છે. એક અંદાજ મુજબ આજે 3.5થી 4 કરોડના વેપારના સોદા થશે. Labh Panchami Muhurat Trading in Kutch MP Vinod Chavda

ભુજની જથ્થાબંધ બજારમાં કાંટા પૂજન કરીને ધંધો રોજગાર શરુ કરાયો, આજે 4 કરોડના સોદા થશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 2:35 PM IST

વેપારનો શુભારંભ

કચ્છ : લાભ પાંચમ એટલે ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ ત્યારે આજે ભુજની જથ્થાબંધ બજારમાં આજે લાભપાંચમના દિવસે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભાના બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા કાંટા પૂજન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ વેપારનો પ્રારંભ થયો છે. સર્વ પ્રથમ મગનો વેપાર કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો તો આજે 3.5થી 4 કરોડના વેપારના સોદા થશે તેવુ જથ્થાબંધ માર્કેટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું.

ધંધા રોજગાર શરૂ કરવાનો શુભ દિવસ : કારતક માસના શુક્લ પક્ષમાં આજે પાંચમની તિથિ છે. આ તિથીને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પછી આવતી આ પાંચમ પર જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે તેવું માનવામાં આવે છે. આખો દિવસ વણજોયુ મુહૂર્ત એટલે કે લાભ પાંચમ આજનો આખો દિવસ શુભ ગણાય છે. તેથી જથ્થાબંધ બજારમાં વેપારીઓ આજના દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. દર વર્ષે આ રીતે કાંટા પૂજન કરવામાં આવે છે.

વેપારીઓને પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ : જથ્થાબંધ માર્કેટમાં આવેલા ભુજંગ દેવની પૂજા આરતી કર્યા બાદ ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા, રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ જાડેજા, જથ્થાબંધ બજારના આગેવાનો તેમજ વેપારીઓની હાજરીમાં કાંટા પૂજન કરવામાં આવ્યું હતું. તો તમામ વેપારીઓને પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આજે લાભ પાંચમના દિવસે કચ્છની સૌથી મોટી જથ્થાબંધ બજારમાં ભુજંગ દેવના પૂજન બાદ કાંટા પૂજન કરવામાં આવ્યું છે. દિવાળી બાદ આજે પાંચમના દિવસે ફરીથી આ બજાર ધબકતી થાય છે. 2001ના ભૂકંપ બાદ વેપારીઓએ ખૂબ મહેનત કરીને આ જથ્થાબંધ બજાર ઉભુ કર્યું છે. આજે અહીઁ ખૂબ મોટા વેપારો થતા હોય છે. દરેક વેપારીઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે...વિનોદ ચાવડા (સાંસદ )

મગ તેલ અને ખાંડના સોદા : આજના દિવસે 4 કરોડ રૂપિયાના સોદા થશે જથ્થાબંધ માર્કેટ એસોસિએશનના પ્રમુખ મેહુલ ઠક્કરે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ દિવાળી બાદ લાભ પાંચમના દિવસે કાંટા પૂજન કરીને વેપાર શરૂ કરવામાં આવે છે. આજે પહેલો સોદો મગનો થયો છે 101 રૂપિયે કિલો મગનો સોદો થયો છે. તો સાથે જ મુરહતમાં તેલના 1700 રૂપિયાનો સોદો થયો છે. તો 4200 રૂપિયાના ખાંડના સોદા થયા છે. આજે નવા વર્ષના પહેલા દિવસે 3.50થી 4 કરોડ રૂપિયાના સોદા થશે.

શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે ધંધા રોજગાર શરુ : બેસતું નવુ વર્ષ લાભદાયી નીવડે તથા દિવાળીના વેકેશન બાદ આજે લાભ પાંચમના દિવસે ભુજની જથ્થાબંધ બજારમાં આજે વેપારીઓ કાંટા પૂજન સાથે શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધિ કરી ધંધા રોજગાર શરૂ કર્યા છે. લાભ પાંચમથી વિધિવત રીતે કચ્છની એપીએમસી બજારો અને જથ્થા બંધ બજારો પણ ખુલી જવા પામી છે ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ ખરીદી માટે આગળ આવતા બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે.

  1. શું આપ રણોત્સવમાં એન્જોય કરવાનું પ્લાનિંગ કરો છો? તો આપની માટે IRCTC લાવ્યું છે સ્પેશિયલ ટૂર પેકેજ
  2. World Cup 2023 Final : જીતશે તો ભારત જ, ભુજના ક્રિકેટ રસિકોએ ભારત 2023નું વર્લ્ડ કપ જીતવાનો વિશ્વાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.