ETV Bharat / state

Kutch Women Constable: રણમાં મહિલા કોન્સ્ટેબલ કઈ રીતે 86 વર્ષનાં વૃદ્ધાં માટે બન્યાં દેવદૂત, જૂઓ

ભંજડા ડુંગર પર દર્શનાર્થે ગયેલા 86 વર્ષના માજી અચાનક બેભાન થઈ ગયા હતા. મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Kutch Women Constable)ને આની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે માજીને પોતાના ખભ ઊંચકીને 5 કિમી અંતર કાપ્યં હતું. તેમજ પ્રાથમિક સારવાર અપાવી હતી.

રણમાં ચક્કર આવતા બેભાન થયા 86 વર્ષના વૃદ્ધા, મહિલા કોન્સ્ટેબલ બન્યાં દેવદૂત
author img

By

Published : Apr 22, 2022, 10:58 PM IST

Updated : Apr 23, 2022, 7:26 AM IST

કચ્છ: કચ્છના ખડિરના રણમાં ધોળાવીરા (dholavira kutch district) પાસે આવેલા ભંજડા ડુંગર પર દર્શનાર્થે જતા સમયે એક વૃદ્ધા બેભાન થયા હતા. ત્યારે 86 વર્ષના વૃદ્ધ માજીને ઊંચકીને મહિલા કોન્સ્ટેબલ 5 કિમી સુધી ચાલ્યા હતા. મહિલા કોન્સ્ટેબલ (Kutch Women Constable) વૃદ્ધાને 5 કિમી સુધી પોતાના ખભા પર ઊંચકીને સારવાર અપાવી હતી.

5 કિમી સુધી પોતાના ખભા પર ઊંચકીને સારવાર અપાવી હતી.

મોરારી બાપુની રામકથા યોજાઈ હતી- વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિ (khadir bet kutch)ના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમાં તાજેતરમાં ખડીરના ધોળાવીરાથી 10 કિમી દૂર આવેલા ભંજડા દાદાના મંદિરે 19મી માર્ચથી 27મી માર્ચ મોરારી બાપુની રામકથા (Ram Katha of Morari Bapu) યોજાઈ હતી. નવા ભંજડા દાદાના મંદિર (bhanjda dada mandir)થી 5 કિમી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. આ ડુંગર ઉપર જૂના ભંજડા દાદાનુ મંદિર આવેલું છે. તે દરમિયાન મોરારી બાપુની રામકથા સાંભળવા આવતા ભક્તો અવાર-નવાર આ ડુંગર પર ચાલીને દર્શન કરવા જતા હતા.

આ પણ વાંચો: Gujarat Police Maha Andolan: ગ્રેડ પે મામલે મહિલા કોન્સ્ટેબલ ઉપવાસ પર ઉતરે એ પહેલાં જ અટકાયત

86 વર્ષના વૃદ્ધ માજી દર્શન કરવા ગયાં હતાં- એક 86 વર્ષના વૃદ્ધ માજી પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થતાં એ પણ ચાલી નીકળ્યા. છેક ડુંગર સુધી પહોંચીને અડધા રસ્તે પહોંચતા માજીને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. તો ત્યાં આજુબાજુ રણ (rann of kutch) વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. તે વખતે ત્યાં મોરારી બાપુની રામકથા યોજાઈ હોવાથી તે વિસ્તારમાં પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર હતા.

મહિલા કોન્સ્ટેબલ પાણી લઈને 5 કિમી દોડી માજી પાસે પહોંચ્યા.

5 કિમી દોડી માજી પાસે પહોંચ્યા મહિલા કોન્સ્ટેબલ- રાપર પોલીસ સ્ટેશન (Rapar Police Station)માં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન માજીવાભાઈ પરમારને ખબર પડતાં તેઓ પાણી લઈને 5 કિમી દોડી માજી પાસે પહોંચ્યા હતા અને વૃદ્ધ માજીને પ્રાથમિક સારવાર આપવા પાણી પીવડાવીને અને મોઢા પર પાણી છાંટીને કથા સ્થળ પર 5 કિમી તેમના ખભા પર ઊંચકીને લઈ આવ્યા હતાં. આ રીતે 86 વર્ષના વૃદ્ધ માજીનો જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેય વાક્ય (motto of Gujarat Police) 'સેવા સુરક્ષા અને શાંતિ'ને હકીકતમાં સાર્થક કરીને બતાવ્યું હતું, કે પોલીસ આમ લોકો માટે અને અશક્ત લોકો માટે ગમે તેવી પરિસ્થિતિમાં ખડે પગે રહી લોકોની સુરક્ષા અને સલામતી માટે તૈયાર રહે છે.

આ પણ વાંચો: સુરતમાં મહિલા કોન્સ્ટેબલ કઈ રીતે એક સાથે બે ફરજ નિભાવે છે? જુઓ

મહિલા કર્મચારીની કામગીરીને બિરદાવવામાં આવી- આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ મહિલા કર્મચારીની કામગીરીને બિરદાવી હતી. તો રાપર પોલીસ ઈન્સ્પેક્ટર (Rapar Police Inspector)એમ.એન. રાણાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પોલીસ હર હંમેશ સેવા માટે તત્પર હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ કુદરતી આફતો અને વૃદ્ધ લોકો માટે તેમજ મહિલા બાળકો માટે અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે દરેક પોલીસ કર્મચારીઓ તત્પર રહે છે અને લોકોની સેવા કરે છે.

Last Updated : Apr 23, 2022, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.