ભુજઃ કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દર્શનાબેન ધોળકિયાએ જણાવ્યું કે, યુનિવર્સિટીએ આજે સંસ્થાને નોટિસ પાઠવી એક દિવસમાં ખૂલાસો આપવા તાકીદ કરી છે. તેમનો ખૂલાસો મેળવ્યા બાદ કોલેજની માન્યતા રદ કરવી કે નહીં તેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ ગુજરાત મહિલા આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ સ્થળ તપાસ કરીને પોતાનો અહેવાલ તૈયાર કર્યો હતો. આ વચ્ચે પોલીસે કાર્યવાહી હાથ ધરીને મીડિયા સમક્ષની ફરિયાદને ધ્યાને રાખીને ભોગ બનનાર વિદ્યાર્થીઓના નિવેદનના આધારે ચાર મહિલા કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી હતી.
તેઓ તમામ હાલ જામીન પર છે. આ વચ્ચે સંસ્થાએ માસિક ધર્મ અંગેના નિયમોમાં ફેરફાર કરવા માટે પણ રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ લેખિત બાંહેધરી આપી હતી. આ વચ્ચે શિક્ષણ વિભાગની મૌખીક સૂચનાના પગલે કચ્છ યુનિવર્સિટી સંસ્થા સંચાલિત કોલેજની માન્યતા શા માટે ના રદ કરવી તે અંગે સંસ્થાને શોકોઝ નોટીસ ફટકારી છે. આ સંસ્થા દ્વારા કોલેજ ઉપરાંત કન્યા શાળા અને હોસ્ટેલનું સંચાલન કરે છે.