કચ્છ: કછડો બારેમાસ..... આ વાત બિલકુલ સાચી પુરવાર થઈ છે. શિયાળુ સીઝનમાં રણ ઉત્સવ તો ઉનાળુ સિઝનમાં સ્થાપત્યો જોવા માટે પ્રવાસીઓ કચ્છ તરફ ડોટ મૂકે છે. તાપ અને તીવ્ર ગરમીને બાજુએ મૂકી આ વેકેશનમાં પણ ફરવા માટે લોકો કચ્છ આવી રહ્યા છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સ સિઝન માર્ચ મહિનાથી શરૂ થાય છે. ટ્રાવેલ એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કચ્છ સિવાય પણ અન્ય રાજ્યમાં લોકો કાશ્મીર, શિમલા, મનાલી અને કેરળ જેવા પ્રકૃતિથી ભરપૂર રાજ્યો પર પસંદગી ઉતારી રહ્યા છે. આ વર્ષે પ્રવાસીઓનો સારો એવો ધસારો છે જેનાથી પરિવહન અને હોટેલ ઇન્ડસ્ટ્રીને મોટો લાભ થઈ રહ્યો છે. એડવાન્સ બુકિંગ ના લાભ હોવાથી ઘણા બધા પ્રવાસીઓ ભાવ વધારાને અવગણીને ફરીથી રિચાર્જ થવા ઉપડી જાય છે. વેકેશનના માહોલ સાથે ફરવાની મજા હોવાથી અન્ય રાજ્યના પ્રવાસીઓ પણ કચ્છ આવી રહ્યા છે. ખાસ તો સ્મૃતિવન અર્થકવેક મ્યુઝીયમની લોકો વધારે મુલાકાત લઈ રહ્યા છે.
મોટાભાગના બુકિંગ ફુલ: ટુર પેકેજમાં 15 ટકા જેટલો વધારો, 50 ટકા એડવાન્સ બુકિંગચંદ્રમૌલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક ઓમ ઠકકરના જણાવ્યા મુજબ આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે હોતા લોકો ઠંડા પ્રદેશોમાં ફરવા જવા માટે વધારે પસંદ કરી રહ્યા છે. જેમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, શિમલા, મનાલી જેવા પર્યટન સ્થળો પર પેકેજો વધારે જોવા મળી રહ્યા છે.આ વર્ષે વિદેશની ટુરમાં સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઇ, બાલી, યુરોપની ડિમાન્ડ વધુ છે.તો હાલમાં મોટાભાગના બુકિંગ ફુલ થઈ ગયા છે. 50 ટકા ઉપર ટુર પેકેજોનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમજ 10 થી 15 ટકા જેટલા ટુર પેકેજ મોંઘા પણ થયા છે.
"હાલમાં સમર સ્પેશિયલ ટુરમાં જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે જેમાં શિમલા મનાલી, કાશ્મીર,ગોવા, દુબઈ, માલદીવ, કેરળ અને બાલી જવા માટે લોકો વધારે પસંદ કરી રહ્યા છે. સમર સ્પેશિયલ ટુરમાં વ્યક્તિદીઠ 7500થી કરીને 35000 સુધીના પેકેજ છે. હાલમાં મિત્ર વર્તુળ સાથે ફરવા જવા માટે ગોવા હોટ ફેવરિટ સ્થળ મનાઈ રહ્યું છે. હાલમાં ગરમી વધારે છે છતાં પણ અમુક વર્ગ જયપુર, ઉદયપુર જવાનું પસંદ કરી રહ્યા છે. તો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જુદાં જુદાં વોટર પાર્કમાં જવા માટે લોકો વધારે પસંદ કરી રહ્યા છે.આ વખતે ટુર ઓપરેટર માટે સારી સીઝન જઈ રહી છે." ચિરાગ સોલંકી (ટ્રાવેલ કંપનીના સંચાલક)
ફ્લાઇટની ટિકિટમાં વધારો: કચ્છમાં પણ અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં 2001માં આવેલ ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં નિર્માણ પામેલ સ્મૃતિવન અર્થકવેક મ્યુઝીયમની લોકો વધારે મુલાકાત લઈ રહ્યા છે. તો, વિજય વિલાસ પેલેસ, પ્રાગ મહેલ, આઇના મહલ તેમજ રોડ ટુ હેવન અને માંડવી બીચ પર ફરવા જવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે.હાલમાં વેકેશનનો માહોલ હોતા ફ્લાઇટની ટિકિટમાં વધારો પણ આવ્યો છે. તો ગાંધીધામથી હરિદ્વાર અને ગાંધીધામથી અમૃતસર જાહેર કરાયેલી ટ્રેનો શરૂ થાય તેવી માંગ પણ કરાઇ છે.
Kutch News : કડવા પાટીદાર સમાજના 851 લોકોએ સનાતની શંખનાદ કરીને સ્થાપ્યો રેકોર્ડ
Kutch News: "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર”, ટીવી-મોબાઈલ વગર કેમ જીવવું એના પાઠ શીખે છે બાળકો