ETV Bharat / state

Kutch News: કચ્છમાં 108ને આવતા કોલમાં થયો વધારો, બે માસમાં 1348 કોલ આવ્યા - Kutch news

કચ્છ સહિત ગુજરાતમાં દરેક જિલ્લામાં ભારે ગરમી પડી રહી છે. જેના કારણે 108ને આવતા કોલમાં થયો વધારો થયો છે. 108 ઇમરજન્સી વિભાગના અધિકારીએ આપેલી માહિતી અનુસાર બે માસમાં 1348 કોલ આવ્યા હતા. જેમાં એપ્રિલ માસમાં 769 કોલ તો મે મહિનાના 26 દિવસોમાં 579 કોલ આવી ચૂક્યા છે.

જિલ્લામાં 108ને આવતા કોલમાં થયો વધારો, બે માસમાં 1348 કોલ આવ્યા

author img

By

Published : May 27, 2023, 3:43 PM IST

કચ્છ: છેલ્લા ધણા દિવસથી ભારે ગરમી પડી રહી છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા છે. બીજી બાજુ ઉનાળામાં વચ્ચે વચ્ચે વરસાદ આવી રહ્યો છે. જેના કારણે લોકોની તબિયત ખરાબ થઈ રહી છે. સરકારી દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બદલતા વાતાવરણને કારણે લોકોમાં બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે.કચ્છમાં પણ ગરમીના કારણે ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળી રહ્યો છે.

ઇમરજન્સી કોલમાં વધારો: કચ્છ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ 108 ઇમરજન્સી વિભાગને આવતા ઇમરજન્સી કોલમાં વધારો જોવા મળી રહ્યો છે. તારીખ 1લી એપ્રિલથી તારીખ 26 મે સુધી 108 ઇમરજન્સીને કુલ 1348 કોલ આવ્યા હતા.જેમાં પેટમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો, તાવ આવવો, ચક્કર આવવા, ઝાડા ઉલટી થવા અને લૂ લાગવી જેવા કેસનો સમાવેશ થાય છે. ગરમીનું પ્રમાણ વધતાં 108 ઇમરજન્સી વિભાગને આવતા કોલમાં પણ થયો વધારો છે.

જનજીવન પર અસર: માર્ચ મહિનાના અંતથી જ કચ્છમાં તાપમાન 40થી 44 ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવન પર અસર વર્તાઈ હતી. જેના પગલે કચ્છ જિલ્લાના 108 ઇમરજન્સી વિભાગને છેલ્લા બે મહિનામાં કુલ 1348 કેસ મળ્યાં છે. જેમાં પેટમાં દુખાવો, હીટ સ્ટ્રોક, ચક્કર આવવા, વોમેટીંગ, ડાયેરીયા સહિતના ઇમરજન્સી કોલ આવ્યા છે. જેમાં એપ્રિલ માસમાં 769 કોલ તો મે મહિનાના 26 દિવસોમાં 579 કોલ આવી ચૂક્યા છે. છેલ્લાં બે મહિનામાં 1348 ઇમરજન્સી કોલગરમીના કારણે આવતા ઇમરજન્સી કોલ અંગે માહિતી આપી હતી.

"કચ્છ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે છેલ્લા બે મહિનામાં 1348 જેટલા કોલ જુદી જુદી બીમારી માટે આવ્યા છે.જો કે અત્યાર સુધીમાં જિલ્લામાં હિટ સ્ટ્રોક માટે 108ની ઇમરજન્સી વિભાગમાં 1 જ વાર કોલ આવ્યો છે.જેમાં એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતી પ્રાથમિક સુવિધાની કીટ દ્વારા અમુક કેસોમાં સારવાર અપાય છે તો અન્ય કેસને જરૂર પડે તો નજીકની સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે" --વિશ્રુત જોષી ( 108 ઇમરજન્સી વિભાગના અધિકારી)

બેભાન થઈ જવા અંગેના કોલ: એમ્બ્યુલન્સની પ્રાથમિક કીટમાંથી ગ્લુકોઝનું પાણી અપાય છે. જિલ્લામાં ખાસ કરીને ગરમીના કારણે માથાના દુખાવા, લૂ લાગવાના, બેભાન થવાના કેસોમાં ગંભીરતા પ્રમાણે દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બે મહિનામાં માથાના દુખાવા માટે 33 કોલ, લૂ લાગવાનો 1 કોલ તો બેભાન થઈ જવા અંગેના 187 કોલ આવ્યા છે. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં ઓઆરએસ, ગ્લુકોઝ પાવડર, આર.એલ અને એન એસ ઉપલબ્ધ છે જે દર્દીઓને આપવામાં આવે છે.

લૂ લાગવાના લક્ષણો: ઉનાળામાં સામાન્ય રીતે હવામાનમાં ગરમીનું પ્રમાણ વધે છે. ત્યારે હિટસ્ટ્રોક, સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસો વધતા હોય છે. તો લૂ લાગવાના કેસમાં શરીરના તાપમાનમાં અંશતઃ ખૂબ વધારો થતો હોય છે. જેમાં તાપમાન 104 ફેરનહિટ પર પહોંચી જાય છે તો સાથે પલ્સ પણ વધે છે. સાથે જ ચામડી એકદમ ગરમ થઇ જાય છે. લૂ જ્યારે વધુ પડતી ગરમીમાં કામ કરવામાં આવે અથવા તો વ્યાયામ કરવામાં આવે ત્યારે વધુ લાગે છે.

108ને એપ્રિલ મહિનામાં મળેલા કોલ: પેટનો દુખાવો :253, ઝાડા-ઉલટી: 112, હીટસ્ટ્રોક :0, હાઈ ફીવર: 293, માથાનો દુખાવો: 18, બેભાન થઈ જવુ: 93, 108ને 26મી મે સુધી મળેલા કોલ આવ્યા હતા. પેટનો દુખાવો 216, ઝાડા-ઉલટી: 67, હીટસ્ટ્રોક :1, હાઈ ફીવર: 186,ના કેસ સામે આવ્યા છે.જેના કારણે દવાખાનાઓમાં પણ ભીડ જોવા મળી રહી છે.

  1. Weather Update: આજથી નૌટપા શરૂ, 9 દિવસ સુધી રહેશે આકરી ગરમી, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
  2. Gujarat Weather : ગુજરાતમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીથી બચવા શું તકેદારી રાખશો?
  3. Gujarat weather forecast: રાજ્યમાં ગરમીનો પ્રકોપ, 48 કલાક સુધી હીટવેવની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.