કચ્છ: રાજ્યમાં ટેક્સ વસૂલાત કરતી RTOમાં કચ્છ RTOનું(Regional Transport Office )નામ પણ સામેલ છે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વિશાળ છે. ત્યારે ટેકસ વસૂલાત અને અન્ય દંડનીય કાર્યવાહી માટે પૂરતા સ્ટાફની જરૂર પડે છે ત્યારે(Decrease in staff in RTO office) કચ્છ જિલ્લા RTO હાલ 40થી 50 ટકા મહેકમ પર કામગીરી કરી રહી છે.
મોટો જિલ્લો હોવાથી કામગીરી પણ મોટા પ્રમાણમાં - ભુજમાં આવેલ આરટીઓ કચેરીના ARTO નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે RTOની કચેરી માત્ર ભુજ પૂરતી સીમિત નથી પરંતુ આખા કચ્છની જવાબદારી આ કચેરીની રહેતી હોય છે. ગુજરાતનો વિસ્તારનો સૌથી મોટો જિલ્લો હોવાથી કામગીરી પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. જ્યારે ભુજમાં આવેલ આરટીઓ કચેરીમાં 11 આઈ.એમ.વી ઇન્સ્પેક્ટર છે અને 20 જેટલા આસિસ્ટન્ટ ઇસ્પેક્ટર છે કુલ મળીને 31 લોકોનો સ્ટાફ છે.
RTO કચેરીમાં ઇન્સ્પેક્ટરના 55ના મહેકમ સામે માત્ર 31નો સ્ટાફ - આ 31 લોકોના સ્ટાફ સાથે ભુજની RTO કચેરી અને પૂર્વ કચ્છના ગાંધીધામમાં આવેલી આઈ.એમ.વી. ઓફિસની કામગીરી ચલાવવાની રહેતી હોય છે. ઉપરાંત જુદી-જુદી ચેક પોઇન્ટ પર પણ 12 જેટલા ઇન્સ્પેક્ટર 24 કલાક કાર્યરત રહેતા હોય છે. આ પ્રકારે કચ્છની RTO કચેરી 31 ઇન્સ્પેક્ટરના સ્ટાફ સાથે કાર્યરત છે. કચ્છની RTO કચેરીમાં( Kutch RTO code)ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેકટરનું કુલ મહેકમ 55 લોકોનું છે જેમાં 31 ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કાર્યરત છે.
આ પણ વાંચોઃ અંજારને મળશે નવી RTO ઓફિસ, રાજ્યપ્રધાન વાસણ આહીરે કર્યું ખાતમુહૂર્ત
RTO કચેરીમાં હાલમાં 50 ટકાથી પણ ઓછો સ્ટાફ કાર્યરત - કચ્છની RTO કચેરીમાં સ્ટાફની વાત કરવામાં આવે તો ઓફિસમાં જે કલાક કાર્યરત છે તેમાં સિનિયર ક્લાર્કના 7 મહેકમની સામે 3 સિનિયર ક્લાર્ક કાર્યરત છે. જૂનિયર ક્લાર્કના 25 મહેકમની સામે 11 જુનિયર ક્લાર્ક જ કાર્યરત છે. આમ કચ્છની RTO કચેરીમાં હાલમાં 50 ટકાથી પણ ઓછો સ્ટાફ કાર્યરત છે. RTO કચેરીમાં સ્ટાફના ઘટની પરિસ્થિતિ છેલ્લા પાંચ વર્ષથી છે તેવું પણ RTO અધિકારીએ જણાવ્યું હતું.
સ્ટાફ આપવામાં આવે તો RTO કચેરીની કાર્યક્ષમતા વધારી શકાય - વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાફના ઘટથી મોટા પ્રમાણમાં કોઈ મુશ્કેલી ઊભી થતી નથી,જે કોઈપણ અરજદાર અરજી લઈને આવે છે તે લોકોના તમામ કામ સમયસર પૂર્ણ કરી આપવામાં આવે છે. જો ટેકનિકલ ખામીના લીધે જે કાર્ય રહી જતા હોય છે તે નિશ્ચિત સમયમાં પૂરા કરી આપવાની ખાતરી સાથે લોકોને મદદ પણ કરવામાં આવે છે. પરંતુ જો પૂરેપૂરો સ્ટાફ ઉપરાંત સર પ્લસ સ્ટાફ આપવામાં આવે તો RTO કચેરીની કાર્યક્ષમતા પણ વધારી શકાય છે.
કામના ભારણમાં રજાના દિવસોમાં પણ સ્ટાફ કાર્યરત - ઉપરાંત કચ્છ જિલ્લાની RTO કચેરીમાં અપૂરતા સ્ટાફની જાણ વડી કચેરીએ પણ કરવામાં આવી છે અને વડી કચેરી પણ સતત સંપર્કમાં રહે છે. જે રીતે સ્ટાફની વ્યવસ્થા થાય છે તે રીતે કચ્છની RTO કચેરીમાં સ્ટાફ પૂરો પાડવામાં આવે છે.
RTO કચેરીમાં સ્ટાફની ઘટ - હાલમાં કાર્યરત ક્લાર્કનો સ્ટાફ એટલો સક્ષમ છે કે કામગીરીમાં વધારે ભારણ રહેતું હોય છે ત્યારે શનિવાર, રવિવાર તથા રજાના દિવસોમાં પણ સ્ટાફ કાર્યરત રહેતો હોય છે. આમ, RTO કચેરીમાં સ્ટાફની ઘટ હોતા કાર્યક્ષમતા પ્રમાણમાં ઓછી છે. જો પૂરતો સ્ટાફ કચ્છની RTO કચેરીને મળી રહે તો વધુ સારા પ્રમાણમાં RTO કામ કરી શકે અને સરકારને આવક થઈ શકે.
આ પણ વાંચોઃ RTOના અધિકારીઓ પર હપ્તા આક્ષેપોવાળો વિડિયો થયો વાયરલ, અધિકારીએ કર્યો ખુલાસો