ETV Bharat / state

Kutch News : દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાય આધારિત ખેતીના પ્રેક્ટીકલ મોડેલ સાથે ગોબરમાંથી લીંપણ કરીને દર્શનનું આયોજન - કચ્છ સમાચાર

કચ્છના ભુજમાં દ્વિશતાબ્દી મહોત્સવને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવમાં ગાય આધારિત કૃષિના પ્રેક્ટીકલ મોડેલ સાથે ગૌ મહિમા દર્શન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન 2.5 એકરમાં ગાયના ગોબરથી વિવિધ વસ્તુઓને લીંપણ કરવામાં આવી રહ્યું છે.

Kutch News : દ્વિશતાબ્દી મહોત્સવ ગાય પ્રેક્ટીકલ મોડેલ સાથે ગોબરમાંથી લીંપણ કરીને દર્શનનું આયોજન

author img

By

Published : Mar 23, 2023, 4:49 PM IST

Updated : Mar 24, 2023, 10:58 AM IST

દ્વિશતાબ્દી મહોત્સવમાં ગાય આધારિત કૃષિના પ્રેક્ટીકલ મોડેલ આયોજન

કચ્છ : નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં વિવિધ પ્રદર્શનોમાં આંખે ઊડીને વળગે એવું ગૌમાતાની પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું નામ ગૌ મહિમા દર્શન રાખવામાં આવશે. આ પ્રદર્શનીમાં ગૌમાતાનું મહત્વ, સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમાની સાથે આજની સ્થિતિની વાતો હશે. ઉપરાંત ગાય આધારિત ખેતીના જીવંત દર્શન થશે. ગાય આધારિત કૃષિ કેમ થાય અને તમામ પ્રકારના પ્રેક્ટીકલ મોડેલ દ્વારા પણ સમજાવવામાં આવશે.

ગાય આધારિત મોડેલ
ગાય આધારિત મોડેલ

નવી પેઢી કૃષિના મેદાને : કચ્છના યુવા ખેડૂતોની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે. તો બીજા અનેક યુવાનો આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી.

2.5 એકરમાં ગાયના ગોબરથી લીંપણ કરવામાં આવ્યું

ગાય આધારિત ખેતી અભિયાન : ભુજના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીય સ્વામી દેવચરણદાસએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલથી શરૂ થનારા મહોત્સવ અંતર્ગત છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રદર્શનીની તૈયારીઓ ચાલી રહી છે. આમ તો, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગાય આધારિત ખેતી અભિયાન ઘણા સમયથી ચાલી રહ્યું છે. અભિયાન ગયા વર્ષથી શરૂ થઈ ચૂક્યું છે. અભિયાનમાં 200 ખેડૂતોના લક્ષ્ય સાથે પૂજ્ય મહંત સ્વામી એક સમિતિને આદેશ કરેલો એ સમિતિ કાર્યરત થઈ અને 255 ખેડૂતો આ અભિયાન હેઠળ રજીસ્ટર થયા હતા. એમાંથી 160 જેટલા ખેડૂતોએ શિયાળુ વાવેતર કર્યું અને એ શિયાળું વાવેતરમાં પ્રથમ સફળતા મળી છે. જે ઘણા લોકો એવું કહેતા હોય કે વર્ષોથી રાસાયણિક ખેતી કરી અને પછી સીધા ગાય આધારિત ખેતીમાં જઈએ તો ઉત્પાદન બહુ ઓછું મળે પણ એવું ક્યાંય જોવા મળ્યું નથી.

દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ
દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ

2.5 એકરમાં ગૌ મહિમા પ્રદર્શની : ગૌ મહિમા દર્શનની સાથો સાથ લોકો જીવનમાં ગાયનું મહત્વ સમજાય એવા ભાવથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 2.5 એકરમાં ઊભું કરવામાં આવ્યું છે અને આ પ્રદર્શનમાં જેટલી દીવાલો છે તે તમામ દિવાલો કંતાનોથી, માટી અને એના પર ગાયના ગોબરથી લીંપણ કરવામાં આવેલી છે. છેલ્લા 15 દિવસથી મહિલાઓ બપોર સુધી ગામડાઓમાંથી ગોબર એકત્રિત કરે છે અને જુદી જુદી ગૌશાળાઓમાં જઈને ગોબર લઈ આવે છે. રાત્રે 10:00 વાગ્યા સુધી એ ગોબરનું લીંપણ કરતા હોય છે.

ગોબર ક્રાફટ આકર્ષણનું કેન્દ્ર બનશે : ઉપરાંત ભુજની બાજુનું જ ગામ નરનારાયણ નગરના લોકોને મહંત સ્વામી સેવા સોંપી તો ત્યાંના સાંખ્ય યોગી માતાઓના સીધા જ માર્ગદર્શન હેઠળ ગ્રામીણ બહેનો એટલે કે નાની દીકરીઓથી માંડીને વૃદ્ધ માતાઓ સુધી તેમને ગોબરમાંથી સુશોભન બનાવ્યા છે. બે ફૂટથી માંડીને 8 ફૂટ સુધીના તોરણો છે. તેમજ 3,000થી વધારે આ તોરણો ગૌ મહિમા દર્શનની શોભામાં વૃદ્ધિ કરશે. ગોબર ક્રાફ્ટનો આજના જમાનામાં ઉપયોગ કેવી રીતે થાય એનું દર્શન અહીં કરવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

2.5 એકરમાં આયોજન
2.5 એકરમાં આયોજન

આ પણ વાંચો : ઓહો! ભારત હવે સુકા છાણાની નિકાસ કરશે, કુવૈતે આપ્યો આટલો મોટો ઑર્ડર

ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમા : આ પ્રદર્શનમાં જે કંઈ પણ સજાવટ હશે. એ સંપૂર્ણ પ્રાકૃતિક એટલે એમાં જે કલર વાપરવામાં આવશે. એ પણ ગેરુ અને ચૂનોના કલરો હશે. આ પ્રદર્શનમાં ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમાની સાથે આજની સ્થિતિની વાતો હશે. અહીંયા જીવંત ગૌશાળા હશે. તો સાથે જીવંત ખેતી પણ હશે. આ ઉપરાંત ગાય આધારિત ખેતીના જીવન દર્શન થશે અને ગાય આધારિત કૃષિ કેમ થાય તેમજ તમામ પ્રકારના પ્રેક્ટીકલ મોડેલ પણ અહીંયા મૂકવામાં આવશે.

કૃષિના પ્રેક્ટીકલ મોડેલ
કૃષિના પ્રેક્ટીકલ મોડેલ

આ પણ વાંચો : ગૌસેવકોમાં આનંદ! ગાયના ગોબરમાંથી બનતી મોબાઇલ ચિપ્સને મળી આંતરરાષ્ટ્રીય પેટન્ટ

ગાયને દૂધ માટે નહીં ગોબર અને ગૌમૂત્ર માટે પાળીએ : ગોબર ક્રાફ્ટ છે અંગે શાસ્ત્રીય સ્વામી દેવચરણદાસએ જણાવ્યું હતું કે, આપણા ઘરની શોભા એ આપણે આર્ટિફિશ્યલ વસ્તુઓથી કરી રહ્યા છે. એના કરતાં આપણે આ ગાયના ગોબરમાંથી બનતા ગોબર ક્રાફટને ઉપયોગમાં લઈને કરીએ તો તે ગાયને નથી પાળી શકતા એ લોકો ગાયને કેવી રીતે પ્રોત્સાહિત કરે અને જે પાળે છે. એને ગાય બરાબર પાડવાનું માર્ગદર્શન અહીં મળી રહેશે. આ સંપૂર્ણ ગૌ મહિમા પ્રદર્શનનો ભાવ એ છે કે આપણે ગાયને દૂધ માટે નહીં પણ ગાયને ગોબર અને ગૌમૂત્ર માટે પાળીએ તો દૂધ છે. એ બાય પ્રોડક્ટ બની જાય અને ગૌમાતાનું લોકો મહત્વ સમજે.

Last Updated : Mar 24, 2023, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.