ETV Bharat / state

Kutch Mundra Heroin Case: કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર, રાજ્યને 'ઉડતા ગુજરાત' બનાવવાનું ષડયંત્ર!!! - ભૂજ સ્પેશિયલ NDPS કોર્ટ

કચ્છમાં કાપડની આડમાં ઝડપાયેલા 376 કરોડ રૂપિયાના હેરોઈન કાંડમાં (Kutch Mundra Heroin seized Case ) આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કાપડ મગાવનાર સંગરૂર પંજાબનો આરોપી દિપક અશોગ કિંગરના ભૂજની સ્પેશિયલ કોર્ટે રિમાન્ડ મંજૂર (Accused on remand) કર્યા હતા.

Kutch Mundra Heroin Case: કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર, રાજ્યને 'ઉડતા ગુજરાત' બનાવવાનું ષડયંત્ર!!!

author img

By

Published : Jul 18, 2022, 9:22 AM IST

Updated : Jul 18, 2022, 9:48 AM IST

કચ્છઃ મુન્દ્રામાંથી અઠવાડિયા અગાઉ કાપડની આડમાં (Kutch Mundra Heroin seized Case) ઝડપાયેલા 376.50 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું હતું. ત્યારે આ કાપડ મગાવનારા સંગરૂર-પંજાબના આરોપી દીપક અશોક કિંગરને ભુજની સ્પેશિયલ કોર્ટના (Bhuj Special NDPS Court) જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તો કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પંજાબના આરોપીએ મગાવ્યું કન્ટેનર - ATS તરફથી સ્પેશિયલ પ્રોસિક્યૂટર કલ્પેશ ગોસ્વામીએ (Special Prosecutor Kalpesh Goswami from ATS) આ અંગે જણાવ્યું હતું કે, UAEના અજમન ફ્રી ઝોનમાં આવેલા ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડિંગ દ્વારા દુબઈના જબેલઅલી બંદરથી આયાત થયેલા આ કાપડના જથ્થાનું કન્ટેનર ડિલાઈટ ઇમ્પેક્ટના એક્સપોર્ટ લાયસન્સ પર સંઘરૂર પંજાબના દીપક અશોક કિંગરે મગાવ્યું હતું. 6-7 દિવસ પૂર્વે મુન્દ્રાના કન્ટેનર ફ્રેઈટ સ્ટેશનેથી 540 કાપડના રોલમાંના 64 રોલમાંથી 75.300 કિલો હેરોઈન 376.50 કરોડ રૂપિયાનો જથ્થો મળી (Kutch Mundra Heroin seized Case) આવ્યો હતો.

કોર્ટે આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર

હેરોઈનનો જથ્થો પ્લાસ્ટિકની પાઈપ ઉપર બ્લૂ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડવામાં આવ્યો હતો - આ હેરોઈનનો જથ્થો (Kutch Mundra Heroin seized Case) કાપડનો રોલ જે પૂંઠાની પાઈપ ઉપર વિંટાડેલો હતો. તે પૂંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટિકની પાઈપ મૂકી બંને પાઈપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બંને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારા પેક કરવામાં આવ્યો હતો અને પૂંઠાની પાઈપ તથા પ્લાસ્ટિકની પાઈપ ઉપર બ્લ્યૂ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલો હતો, જેથી એક્સ-રે સ્કેનિંગ દરમિયાન પકડાઈ (The modus operandi of heroin trafficking) જવાથી બચી શકાય.

આ પણ વાંચો- ડ્રગ્સની દુનિયામાં ધસતુ ગુજરાત, ઝડપાયો પડીકે વેંચતો પેડલર

14 દિવસના રિમાન્ડની માંગણી સામે 10 દિવસના રિમાન્ડ મંજૂર - DRIએ આ કેસમાં ઉત્તરાખંડના દિપક કીંગર નામના આયાતકારની પંજાબથી ધરપકડ (Heroin Drugs Case accused arrested from Punjab) કરી હતી. તેને પંજાબમાં અમૃતસરની કોર્ટમાં રજૂ કર્યા બાદ DRIએ ગુજરાત ATSને સોંપતા આરોપીને ભૂજની સ્પેશિયલ NDPS કોર્ટના (Bhuj Special NDPS Court) જજ સમક્ષ રજૂ કર્યો હતો. આરોપી દિપકને ભુજ NDPS કૉર્ટમાં રજૂ કરાઈ એટીએસ વતી ખાસ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ તેના 14 દિવસના રિમાન્ડની માગણી (Accused on remand) કરી હતી.

આ પણ વાંચો- મુંદ્રા પોર્ટ પરથી ફરી અબજોનું ડ્રગ્સ ઝડપાયું, DGPએ કર્યા મહત્વના ખુલાસા

ટ્રાન્ઝિસટ વોરન્ટના આધારે થઈ ધરપકડ - જોકે, આ પ્રકારણના તાર પંજાબથી જોડાયેલા હોવાથી ગુજરાત ATSએ પંજાબમાંથી ટ્રાન્ઝિસ્ટ વોરન્ટના આધારે દિપક કિંગરને ઝડપી NDPS કોર્ટના (Bhuj Special NDPS Court) જજના બંગલે રજૂ કરતાં તેના 27 જુલાઈ સુધી 10 દિવસના રિમાન્ડ મંજૂર (Accused on remand) થયા છે.

પૂછપરછમાં થઈ શકે છે મોટા ખૂલાસા- કચ્છમાંથી અગાઉ પણ ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા પંજાબ બાજુ જ રવાના થવાના હતા. આ પ્રકરણ સાથે તેના તાર જોડાયેલા છે કે, કેમ તેમ જ પંજાબથી પણ આગળ આ જથ્થો ક્યાં જવાનો હતો. આ ઉપરાંત આના પાછળ દેશ તેમ જ વિદેશમાંના કોની-કોની સંડોવણી છેય આ ગુનામાં મુખ્ય સૂત્રધાર કોણ છે. કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કોણે કરેલું, અગાઉના ડ્રગ્સ પેડલોની સંડોવણી છે કે કેમ, ડ્રગ્સ ભારતમાં જ વપરાવાનું હતું કે, અન્ય કોઈ દેશમાં પણ મોકલવાનું હતું. તે સહિતની બાબતોની પૂછપરછ માટે ATSએ આરોપીને કસ્ટડીમાં લીધો છે.

Last Updated : Jul 18, 2022, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.