ETV Bharat / state

લૉકડાઉન ડે-14: કચ્છના પોલીસ, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરીનો અહેવાલ

author img

By

Published : Apr 7, 2020, 8:24 PM IST

કચ્છમાં લૉકડાઉનના 14મા દિવસે તંત્રએ પૉઝિટિવ કેસના માધાપર વિસ્તરામાં વિવિધ કામગીરી સાથે આરોગ્ય સર્વે જારી રાખ્યો છે. આ વચ્ચે પોલીસે લૉકડાઉનનું કડક અમીલકરણ કરવા માટે જાહેરનામા ભંગના ગુના નોંધ્યા હતા.

kutch lock down day fourteen
લૉકડાઉન, ડે-14

કચ્છ : કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 36 જેટલા શંકાસ્પદ કેસના સેમ્પલ લેવાયા હતા. હાલમાં ૨ કેસ પૉઝિટિવ છે. જેમાંથી અત્યાર સુધીમાં ૩૪ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલ સાંજે ચાર વાગ્યાથી આજે મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૧૦૯૬ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં ૧૨૮ સ્થાનિક વ્યકિતઓમાં સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ ૩૯૭૭૨ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ ૩૪૧૮ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૨ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૩૪૧૮માંથી ૩૩૭૬ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૬૫૪૪ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૩૧૬૮ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલો છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે.

જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં ૧૧૩ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૭૧ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૪૨ વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે.

હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ ૧૨૪૦ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં શરૂ કરાયેલ સર્વેમાં ઘરે ઘરે જઇને શરદી, ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ ૨૧,૮૧,૫૮૬ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૨૪૦ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૯૮.૨૩ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.

પોલીસ વિભાગ લૉકડાઉન વચ્ચે પણ વગર કારણે બહાર નીકળનારા અને પોતાની દુકાનો ચાલુ રાખનાર જિલ્લાના 69 શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં જુદા-જુદા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં કારણ વગર ઘરથી બહાર નીકળનાર, કારણ વગર ચાર કે તેથી વધુ લોકો ભેગા થનાર તથા આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાનો ખોલનારા શખ્સો વિરુદ્ધ પોલીસે કડક હાથે કામ લીધું હતું. આવા 69 શખ્સો વિરુદ્ધ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે આજે ગુના નોંધ્યા હતા.

પૂર્વ કચ્છમાં 88 વાહનો ડિટેઇન કરી સ્થળ ઉપર જ રૂા. 70,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરાની મદદથી પણ ગુના નોંધાયા હતા. સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ન ફેલાવવા પોલીસે અપીલ કરી હતી. 37 જેટલા વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ સગર્ભા મહિલા અને એક વૃદ્ધ મહિલાને સારવાર અર્થે સરકારી વાહનથી તેમને નિયત સ્થળે પહોંચાડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.