ETV Bharat / state

લોકડાઉનમાં કચ્છઃ દાતાઓએ ઉમદા સેવા બજાવી, જાણો ખાસ વિગતો

author img

By

Published : Apr 25, 2020, 11:02 PM IST

વૈશ્વિક મહામારી જાહેર થયેલા નોવેલ કોરોના કોવિડ-19ના સંક્રમણને રોકવા અને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં બીજીવારનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં કચ્છમાં દાનવીરો જરૂરતમંદોની દરેક પ્રકારની સેવા કરવા વહીવટી તંત્રની સાથે ખડેપગે લોકડાઉનમાં સોસિયલ ડિસટન્સ સાથે લોકો વચ્ચે સેવા આપી રહ્યાં છે. રાશનકીટ, ભોજન, શાકભાજી, ફળફળાદી, જીવન આવશ્યક વસ્તુઓજ નહીં પણ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની હાકલથી કરોડો રૂપિયા અનુદાન પણ આપ્યું છે.

etv bharat
કચ્છ: લોકડાઉનમાં દાતાઓએ ઉમદા સેવા બજાવી, જાણો ખાસ વિગતો

કચ્છ: કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણા ડી.કે.ના હસ્તે કચ્છના 123 દાનવીરોએ પ્રધાનમંત્રી કેયર ફંડમાં રૂ.1,20,77,161 લાખ જયારે મુખ્યમંત્રી રાહતનિધિમાં 381 દાનવીરોએ 23મી એપ્રિલ સુધીમાં 8,04,31,271 કરોડ રૂપિયા અનુદાનના ચેક અર્પણ કર્યા છે.

ભૂજના પ્રાંત અધિકારી મનિષ ગુરવાણીએ જણાવ્યુ હતું કે, માત્ર રૂપિયાના દાનમાં જ નહીં પરપ્રાંતિય શ્રમિકો, જરૂરતમંદ ગરીબો, આશ્રિતો અને રોજેરોજનું કમાઇ ખાનારા શ્રમિકો તેમજ રોજમદારોને પણ તૈયાર ભોજન જેમ કે પુરી શાક, ખારીભાત, છાશ, દૂધ, રોટલી-શાક, વિવિધ નાસ્તાઓના પેકેટ વગેરે સવાર સાંજ ભૂખ્યાઓનો જઠરાગ્નિ ઠારવા લાગ્યો છે. ભુજ તાલુકામાં જ સેવાભાવી સામાજિક સંગઠનો, વિવિધ સંપ્રદાયની સંસ્થાઓ અને દાતાઓ થઇ કુલ 84 સંગઠનોએ 134344 રાશનકીટ વિતરણ કરી હતી. જેમાં ખાંડ, મીઠુ, તેલ, ઘઉં, ચોખા, શાકભાજી તેમજ જીવનજરૂરી આવશ્યક ચીજો સામેલ હતી.

ભુજમાં માનવ જયોત સંસ્થા, જે.એચ.વી.પટેલ એન્ડ કંપની, ભુજ લોહાણા મહાજન, મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ, જૈન જાગૃતિમંડળ, રેવન્યુ તંત્ર, ભીમ આર્મી, નેશનલ કોંગ્રેસ, રાષ્ટ્રીત દલિત અધિકાર મંચ, મઢુલીગ્રુપ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ, સુપાર્શ્વ જૈન યુવક મંડળ, કચ્છુવા ચેરિટેબલ ટ્રસ્ટ, કચ્છ મેમણ ફેડરેશન, મોહમદી ચેરિટેબલ ટ્રસ્ટ વગેરે જેવી અનેક નામી અનામી સંસ્થાઓએ રાત દિવસ જોયા વગર જરૂરતમંદોને ફૂડ પેકેટ વિતરણ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.