ETV Bharat / state

માધાપરની મહિલાનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ, ભૂજમાં 3 યુવાનો શંકાસ્પદ લક્ષણો સાથે કરાયા દાખલ - કચ્છ કોરોના અપડેટ

ભૂજમાં એક સાથે 3 યુવાનો શંકાસ્પદ લક્ષણો સાથે ભૂજની સિવિલ હોસ્પિટમલાં દાખલ થયા છે. આ સાથે આજે વધુ 10 સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. અંજારના અન્ય માધાપરના પોઝિટિવ કેસ ધરાવતી કોલોનીમાં રસોઈ કરવા ગયેલા વ્યકિતનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે.

kutch corona update
માધાપરની મહિલાનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ, ભૂજમાં 3 યુવાનો શંકાસ્પદ લક્ષણો સાથે કરાયા દાખલ
author img

By

Published : Apr 23, 2020, 8:52 PM IST

કચ્છ : જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્ન્રરના જણાવ્યા પ્રમાણે ગઈકાલે લેવાયાલા 20 સેમ્પલમાંથી 18 લોકોના સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં માધાપરના મહિલા પોઝિટિવ દર્દીનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. તો ભચાઉના જે શંકાસ્પદ દર્દીનું મોત થયું હતું તેનો પણ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ ઉપરાંત અંજારમાં એક વ્યકિત જે માધાપરના પોઝિટિવ એરિયામાં રસોઈ માટે ગયા હતા. તેનો પણ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જયારે કચ્છના પ્રથમ કેસ એવા લખપતના આશલડી ગામના વૃદ્ધાનો વધુ એક રિપોર્ટ અમાન્ય રહયો છે. મહત્વપૂર્ણ સમાચાર છે કે, માધાપર એક જ પરીવાર 3 લોકોને પોઝીટીવ કેસમાંથી અંતિમ દર્દી એવા પુત્રવધુનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

આ વચ્ચે આજે વધુ 10 લોકોને સેમ્પલ લેવાયા છે. જેમાં ભૂજના 3 યુવાનોનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા છે. ઉપરાંત નખત્રાણાના મુરૂ ગામના હજ કરીને આવેલા વ્યકિત અને પોલીસે ગન્હા કામે પકડેલા ત્રણ આરોપીના પણ સેમ્પલ લેવાયા છે.

આરોગ્ય વિભાગની ટીમોએ આજે કોટડા મઢ ગામની મુલાકાત લીધી હતી. ઉપરાંત કવોરેન્ટાઈન કરાયેલા લોકોની મળીને જરૂરી સૂચનાઓ સાથે તેમની પરેશાનીઓ તકલીફો વિશે જાણીને તેમાં મદદ કરાઈ હતી.

બીજી તરફ નખત્રાણા ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીની ઉપસ્થિતીમાં મેડિકલ અને પેરામેડિકલ માટે ઈન્ફેકશન પ્રિવેન્શનની તાલીમ વર્કશોપનું આયોજન કરાયું હતું.

ગઇ કાલ સાંજે 4 વાગ્યાથી આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 1870 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. સાથે છેલ્લા 24 કલાક દરમ્યાન 47 જેટલા વ્યકિતઓને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇ કાલ સુધી કુલ 254 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે. 46600 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 216 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 157 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.