કચ્છ: વૈશ્વિક મહામારી કોરોના (Kutch Corona Update) નું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron in kutch) પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 70 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 303 પહોંચી છે. તો 56 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા.
નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો
આજે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13225 પોઝિટિવ કેસો (Kutch positive case) નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે. તો જિલ્લામાં 303 એક્ટિવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 12810 છે. તથા આજ સુધી ઓમિક્રોનના 05 કેસો નોંધાયા છે.
જિલ્લામાં 53 કેસો અર્બન વિસ્તારમાં તથા 17 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 70 કેસો પૈકી 53 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 17 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 29 કેસો નોંધાયા છે, તો ભુજ તાલુકામાં 27, માંડવી અને અંજાર તાલુકામાં 5-5 કેસ, નખત્રાણા અને રાપર તાલુકામાં 2-2 1 કેસ નોંધાયા છે. તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 56 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 28 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે, 19 દર્દીઓ ભુજ તાલુકાના છે, જ્યારે અબડાસા, માંડવી, મુન્દ્રા તથા ભચાઉ તાલુકાના 1-1 દર્દીઓ છે, અંજાર તાલુકાના 3 અને 2 દર્દી નખત્રાણા તાલુકાના છે.
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 17 કેસોની વિગત
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 23 કેસો પૈકી મેઘપર બોરિચીમાં 3, સુવીમાં 2, દૂધઈમાં 1, બળદિયામાં 1, સુખપરમાં 1 , માધાપરમાં 1, ભારસરમાં 1, ઢોરીમાં 1, અંતર જાળમાં 1, કિડાણામાં 1, રામપરમાં 1, ગઢશીશામાં 1, ખોંભડી મોટીમાં 1, મોટા ધમાં 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
કુલ વેક્સિન :
1st Dose: 1593251
2nd Dose: 1431648
આ પણ વાંચો:
Gujarat Corona Update: આજે રાજ્યમાં 6275 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો