કચ્છ: કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા બાદ વધુ ત્રણ શંકાસ્પદ દર્દીને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે ભૂજની સિવિલ હોસ્પિટલમાજ કોરોના ટેસ્ટ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.આ ઉપરાંત તંત્ર દ્વારા ગાંધીધામ ખાતે સ્ટલિંગ હોસ્પિટલ અને મુંદરા ખાતે એલાન્ય હોસ્પિટલમાં ઓપીડી ફલુની સારવાર શરૂ કરવામાં આવી છે. અને કોરોના સારવાર માટે પણ હોસ્પિટલમાં તમામ સુવિધા સાધનો કાર્યરત કરી દેવામાં આવી છે.
લોકડાઉનના 21માં દિવસે કચ્છ જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે.જેમાં સોમવાર સાંજે ચાર વાગ્યાથી મંગળવાર સાંજ સુધીમાં કુલ 1463 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 51066 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.જેમાંથી અત્યાર સુધીમાં કુલ 146 જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.હાલમાં 4 કેસ પોઝીટીવ આવ્યા છે.તેમજ કુલ 135 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જયારે 7 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે.
લોકડાઉનનો ભંગ કરનાર કુલ ૨૩૪ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે.અને રૂ.80,700 જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.કચ્છ જિલ્લામાં કુલ 148 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.