ETV Bharat / state

કચ્છમાં 6 બેઠકો માટે અત્યાર સુધીમાં 23 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી - Bhuj Assembly Seat

કચ્છમાં 6 વિધાનસભા બેઠકો માટે ભાજપ, આપ અને કૉંગ્રેસ દ્વારા પોતાના પ્રબળ ઉમેદવારોને ટિકીટ ફાળવી દેવામાં આવી છે. ત્યારે જિલ્લાની 6 બેઠકો માટે અત્યાર સુધીમાં 23 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું (Kutch Candidate Nomination Form) છે.

કચ્છમાં 6 બેઠકો માટે અત્યાર સુધીમાં 24 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

author img

By

Published : Nov 12, 2022, 3:08 PM IST

કચ્છમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી ચુક્યાં છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કચ્છની 6 વિધાનસભા બેઠકો (Kutch Assembly Seats) માટે ભાજપ, આપ અને કૉંગ્રેસ દ્વારા પોતાના પ્રબળ ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. ટિકીટ ફાળવવામાં આવેલા ઉમેદવારો પોતાના નામાંકનપત્રો ભરી રહ્યા છે. ત્યારે ઉમેદવારીપત્રક ભરવાના છઠ્ઠા દિવસે 18 ઉમેદવારી ફોર્મ ભરાતાં જિલ્લામાં (Kutch Candidate Nomination Form) કુલ નોંધાયેલા ઉઁમદવારી પત્રકનો આંક 23 પર પહોંચ્યો છે.

6 બેઠક પર અત્યાર સુધીમાં 23 ઉમેદવારોએ ફોર્મ ભરાયા કચ્છમાં પહેલી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 માટે સોમવારે ઉમેદવારોને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સત્તાવાર રીતે જારી કરાયેલી યાદી અનુસાર, અત્યાર સુધીમાં ભુજ બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરાયા (Kutch Candidate Nomination Form) હતા. ભુજ બેઠક (Bhuj Assembly Seat) પર 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, અબડાસા બેઠક પર 2 ઉમેદવારોએ, માંડવી બેઠક પર 3 ઉમેદવારોએ, અંજાર બેઠક પર 3 ઉમેદવારોએ, ગાંધીધામ બેઠક પર 5 ઉમેદવારોએ, રાપર બેઠક પર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

સૌથી વધુ ભુજ બેઠક પર ફોર્મ ભરાયા

સૌથી વધુ ભુજ બેઠક પર ફોર્મ ભરાયા ભુજ બેઠક (Bhuj Assembly Seat) પરથી ફોર્મ ભરનારાઓમાં (Kutch Candidate Nomination Form) ભાજપના કેશુભાઈ શિવદાસ પટેલ અને તેમના ડમી તરીકે ડો. મુકેશ લીલાધર ચંદે, આમ આદમી પાર્ટીના રાજેશ કેશરા પિંડોરિયા, અને તેમના ડમી તરીકે અલ્પેશ જાદવા ભૂડિયા, રાઈટ ટુ રિકોલ પાર્ટીના નોડે કાસમ મહોમ્મદ તેમજ થેબા હુશેન આમદે અને બારોટ દક્ષાબેને અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે.

અપક્ષમાંથી પણ લોકોએ નોંધાવી ઉમેદવારી અબડાસામાં યુશુબશા ઈસ્માઈલશા સૈયદ અને નિજામુબદીન અલી અબકરછા પીરે અપક્ષમાંથી, અંજારમાં આમ આદમી પાર્ટીના અરજણ ચના રબારી તેમ જ બહુજન સમાજ પાર્ટીના ચાવડા સુધા બકુલ, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના કકલ ગનીભાઇએ ફોર્મ ભર્યું છે. ગાંધીધામમાં કોંગ્રેસના ભરતભાઈ સોલંકી, ડમી ઉમેદવાર વિનોદ સોલંકી, આમ આદમી પાર્ટીના બુધાભાઈ મહેશ્વરી, તેમના ડમી તરીકે હિતેશ કુંમાર મકવાણા, બહુજન સમાજ પાર્ટીના કાળુભાઈ મોર્યએ ફોર્મ ભર્યું છે.

રાપર અને માંડવીમાં 3-3 ઉમેદવારોએ ભર્યા ફોર્મ રાપરમાં ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ડમી તરીકે ડોલરરાય ગોર અને બસપાના આંબાભાઈ રાઠોડે નામાંકન ફોર્મ ભર્યું છે. તો માંડવીમાં આમ આદમી પાર્ટીના કૈલાશકુમાર ગઢવી તેમના ડમી તરીકે ગઢવી કુશાલ અને બહુજન સમાજ પાર્ટી ઘેડા કિશોરે ફોર્મ ભર્યા હતા.

સોમવારે ફોર્મ ભરવામાં ભારે ધસારો જોવા મળશે વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કચ્છની 6 બેઠકો (Kutch Assembly Seats) પર ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે અને ફોર્મ ભરવા (Kutch Candidate Nomination Form) ઉમેદવારો ઉમટી રહ્યા છે. ઉમેદવારી માટે સોમવાર છેલ્લો દિવસ છે ત્યારે સોમવારે મુખ્ય રાજકિય પક્ષના ઉમેદવારો સહિત અન્ય ઉમેદવારો મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવાના હોવાના લીધે ફોર્મ ભરવામાં ભારે ધસારો જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.