ETV Bharat / state

કચ્છમાં 2 શંકાસ્પક વ્યકિત સાથે વધુ 25ના સેમ્પલ લેવાયા - corona virus in india

કોરોના મહામારીના કહેર વચ્ચે કચ્છમાં એક દર્દીનું મોત નિપજયું છે. જ્યારે ત્રણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. આ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

etv bharat
કચ્છ: બે શંકાસ્પક વ્યકિત સાથે વધુ 25 સેમ્પલ લેવાયા
author img

By

Published : Apr 16, 2020, 11:15 PM IST

કચ્છ: કોરોના મહામારીના કહેર વચ્ચે કચ્છમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. આ વચ્ચે જિલ્લા આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં આગામી સમયની સાવચેતી અને તૈયારી માટે કચ્છના છ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ગાંધીધામ અજાર-માંડવીની સબ હોસ્પિટલમાં 25 બેડ સાથેના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં વધુ ગંભીર ન હોય તેવા દર્દીઓની સારવાર કરવામાં આવશે. જેથી મુખ્ય હોસ્પિટલો પર ભારણ ઘટાડી શકાય. બીજી તરફ 1,39,244 લોકોએ આરોગ્ય સેતુની એપ ડાઉનલોડ કરી છે.

etv bharat
કચ્છ: બે શંકાસ્પક વ્યકિત સાથે વધુ 25 સેમ્પલ લેવાયા

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે, બુધવારની રાત્રે બે શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ ગુરૂવાર સુધીમાં 25 સેમ્પલ લેવાયા છે. આ વચ્ચે કચ્છના પ્રથમ મહિલા દર્દીનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બુધવારે લેવાયેલા 46 સેમ્પલના તમામ નેગેટિવ આવ્યા છે. ગાંધીધામમાં એનઆરઆઈના સંપર્કમાં આવેલા લોકો, પોલીસ જવાનો સહિત 25 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવશે.

કચ્છના આરોગ્ય વિભાગે સરકારી કવોન્ટાઈન સ્થથળોને હવે કોવિડ કેર સેન્ટર તરીકે સ્પષ્ટ ઓળખ દર્શાવી છે. જેમાં સામાન્ય લક્ષણો, સંપર્કમાં આવેલા લોકોની કવોરન્ટાઈન સહિતની કામગીરી કરાશે. જ્યારે કોવિડ હેલ્થ સેન્ટરમાં શંકાસ્પદ દર્દીઓની સારવાર ઉપરાંત પોઝિટિવ હોય પણ લક્ષણો ન હોય તેવા દર્દીઓની સારવાર કરાશે. જ્યારે ગંભીર અને જરૂરિયાત જણાય તેવા દર્દીઓ માંટે ગાંધીધામની સ્ટર્લિંગ, મુંદરાની એલાન્યસ ભૂજની જી. કે. જનરલ અને આદિપુરની હરિઓમ હોસ્પિટમલમાં સારવારની તૈયારીઓ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.