કચ્છ: રાજ્યમાં ગઈકાલથી ઠંડીના (Cold Temperature in Gujarat) પ્રમાણમાં વધારો થયો છે અને ફરીથી લઘુતમ તાપમાનનો પારો નીચે સરક્યો (minimum temperature mercury slipped down) છે. આજે મંગળવારે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનો કોલ્ડ વેવની અસર વર્તાશે
રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનોથી કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ ખાતે હાલમાં દિવસભર કોલ્ડવેવની અસર વર્તાશે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે. ઉપરાંત રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં પણ 26 જાન્યુઆરી સુધી રોજ કોલ્ડ વેવની અસર વર્તાશે તો શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
રાજ્યના શિતમથક નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે મંગળવારે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.
રાજ્યના મહાનગરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં
રાજ્યના મહાનગરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ,જૂનાગઢ ,કચ્છ જેવા જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં સરક્યું છે, તો મહાનગરોમાં લોકો ઠંડીના ચમકારાથી ઠુંઠવાયા છે. મહાનગરોમાં શિતલહેરની અસર વર્તાઈ રહી છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
ક્રમ | મહાનગરો | લઘુતમ તાપમાન |
1 | અમદાવાદ | 8.6 |
2 | ગાંધીનગર | 5.5 |
3 | રાજકોટ | 8.6 |
4 | સુરત | 11.0 |
5 | ભાવનગર | 11.6 |
6 | જૂનાગઢ | 7.0 |
7 | બરોડા | 10.0 |
8 | નલિયા | 4.8 |
9 | ભુજ | 10.2 |
10 | કંડલા | 9.6 |
આ પણ વાંચો:
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી વધ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન
Cold Temperature in Gujarat :જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું છે લઘુતમ તાપમાન