ETV Bharat / state

જાણો જંગલની વચ્ચે અને ડુંગરની ટોચે આવેલ જડેશ્વર મહાદેવના મંદિર વિશે - undefined

ભુજના જડેશ્વર મહાદેવના મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા આ શિવલિંગના દર્શનાર્થે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. લોક માન્યતા પ્રમાણે અહીં આવતા તમામ શિવભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે .ઓમ નમઃ શિવાય અને હરહર મહાદેવના નાદથી વહેલી સવારથી જ આ મંદિર ગૂંજી ઉઠે છે.

mandir
જાણો જંગલની વચ્ચે અને ડુંગરની ટોચે આવેલ જડેશ્વર મહાદેવના મંદિર વિશે
author img

By

Published : Aug 23, 2021, 2:00 PM IST

  • ભુજના જડેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં જામે છે ભક્તિનો માહોલ
  • જંગલમાં છે એટલે જડેશ્વર મહાદેવ અને ડુંગર ઉપર છે એટલે સુરલભીટ્ટ નામ પડ્યું
  • રાજાએ 7000 કોરીનો ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવ્યું

ભુજ: ભુજ થી ચાર-પાંચ કિલોમીટરના અંતરે માધાપર- ભુજ- નાગોરની વચ્ચે આવેલું આ ટેકરી પરનું જડેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ઉગતા સૂર્ય થી પહેલા પ્રાતઃ આરતી અને સાંય આરતી મોડી સાંજે થતી હોય છે. રાજાશાહીના વખતમાં આ મંદિરનું જીનોદ્ધાર કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સ્વયંભૂ રીતે લિંગ પ્રગટ્યું હતું. આ મંદિર 200 વર્ષ જૂનું છે. વહેલી સવારની આરતી જંગલમાં આહ્લાદક વાતાવરણમાં એક કુદરતના સામીપ્યને અનુભૂતિ કરાવે છે તો અબાલ, વૃદ્ધ કેટલાયે વર્ષોથી આ મંદિર સાથે સંબધ ધરાવે છે.

મંદિરનો ઈતિહાસ

આ મંદિરના ઈતિહાસની વાત કરીએ તો જયારે જંગલમાં ડુંગર ઉપર ગાયો જતી ત્યારે એ ડુંગરની ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધારા થતી અને તપાસ કરતા ત્યાં શિવલિંગ મળ્યું હતું. આ સ્વયંભૂ પ્રગટેલા લિંગનું માહાત્મ્ય છે અને ત્યારબાદ અહીં નાની દેરી બનાવાઈ હતી અને પછીથી વિકાસ કરીને મોટું મંદિર બનાવાયું છે.આ મંદિર જંગલમાં છે એટલે જડેશ્વર મહાદેવ અને ડુંગર ઉપર છે એટલે સુરલભીટ્ટ નામ પડ્યું છે.

પર્વત પર મંદિર

જંગલમાં આલ્હાદક વાતાવરણ હોવાથી ડુંગર પર પગે ચાલીને આવતા લોકો બે ઘડી વિસામો ખાઈને આ કુદરતનો નજારો જોઈને રોમાંચિત થઈ જાય છે. આબાલ વૃદ્ધ સૌ કોઈ આ મહાદેવના ચરણે શિશ નમાવીને પોતાના જીવનની ધન્ય ઘડી અનુભવે છે. અહીં ડુંગરની તળેટીમાં 25 ફૂટ ઊંચી મહાદેવની મૂર્તિ પણ આવેલી છે. 227 જેટલા પગથિયાં આવેલા છે પરંતુ સીધું ચઢાણમાં હોવાથી તેને રેલિંગ પણ મારેલી છે.

આ પણ વાંચો : ઓક્ટોબરમાં ત્રીજી લહેરમાં બાળકો પર સૌથી મોટું જોખમ છે, શું શાળાઓ શરુ થવી જોઇએ?

રાજાએ 7000 કોરીનો ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવેલું

મહાદેવ શ્રી જડેશ્વર મંદિર તથા સ્થાપિત પ્રતિમાઓ ખંડિત દશામાં હોવાથી તેમની જીનોધ્ધાર કરવાની પ્રેરણાના પાટવી મહારાજ કુમાર શ્રી વિજયરાજજીના ભાવિક મનમાં થઇ તેમને 7000 કોરી (જુનું રાજાશાહીના વખતનું કચ્છ રાજ્યનું ચલણી નાણું ) ખર્ચ કરીને વિશાળ મંદિર બનાવેલ જે આ શિલાલેખ પર છે.

જાણો જંગલની વચ્ચે અને ડુંગરની ટોચે આવેલ જડેશ્વર મહાદેવના મંદિર વિશે

200 વર્ષ જૂનુ મંદિર

સુરલભીટ્ટ તરીકે ખ્યાતી પામનાર આ 200 વર્ષ જુનું મંદિર છે. રાજાશાહીના વખતમાં જંગલમાં ભરવાડ લોકો વસતા અને તેઓ ગાય બકરા ચરાવવા પર્વતો પર જતા હતા. જેમાંથી એક ગાય જે દરરોજ ટેકરી પર દૂધ આપતી જે ડુંગરની ટેકરી પર ભરવાડે જઈને કુહાડીનાં ઘા કર્યા અને શિવલિંગ પર લોહી નીકળ્યું હતું. ત્યારે રાજાએ લોકોને ભેગા કરી શિવ ભગવાનનો અહીં વાસ છે એટલે મંદિર બનાવ્યું અને આવવા જવા માટે પગથીયા બનાવ્યા.

આજુબાજુના 15 જેટલા ગામના લોકો દર્શન કરવા આવે છે

આ શિવ મન્દિરનો અનેરો મહિમા છે અહીં શ્રાવણ માસમાં દર સોમવારે અને બે અગિયારસ, અમાસ અને પૂનમના મેળો ભરાતો હોય છે પરંતુ કોરોના કાળમાં મેળાનું આયોજન નથી કરવામાં આવતું .ભુજ તેમજ આસપાસ માધાપર, મીરઝાપર,નાગોર અને આજુબાજુના 15 જેટલા ગામના લોકો દર્શન કરવા માટે આવે છે.

ભુજ વિસ્તાર નો કોઈ પણ વ્યક્તિ આ મંદિર ને ના ઓળખે એવું બને નહીં

ડુંગર પર બિરાજતા જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે તો શ્રધાળુ ભક્તો વહેલી સવારે જ આરતીના દર્શને અને પાણી જલધારા અને પૂજન અર્ચન માટે પહોંચી જાય છે. ભુજ વિસ્તારનો કોઈ પણ વ્યક્તિ આ મંદિર ને ના ઓળખે એવું બને નહીં. એકાદ વરસાદ પછી અહીંના વિસ્તારની રોનક ઓર વધી જાય છે તો ટેકરી પર આવેલું હોવાથી આજુબાજુના વિસ્તારમાં હરિયાળી છવાયેલી નજરે પડે છે.

શ્રાવણ માસ નિમિત્તે અહીં મોટા પ્રમાણમાં શિવભક્તો ઉમટે છે

મંદિરના પૂજારી પ્રફુલ ગુસાઈએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ મંદિર 200 વર્ષ જેટલું જૂનું છે અને આ રાજા વિજયરાજજી દ્વારા બનાવવામાં આવ્યું હતું.આ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે અહીં મોટા પ્રમાણમાં શિવભક્તો મહાદેવ પાસે પૂજા અર્ચના કરવા માટે આવે છે.મંદિરમાં દર્શન માટે આવેલા શિવભક્ત જાડેજા હર્ષિનીબા એ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,અમે દર વર્ષે અહીં શ્રાવણ માસમાં આવી છીએ. અહીં આવીને અમને કુદરતી દ્રશ્ય જોઈને મજા આવે છે ઉપરાંત અમારા કામ પણ પૂર્ણ થાય છે.

શારીરિક, માનસિક અને આર્થિક શાંતિ પ્રાપ્ત થાય છે

મંદિરમાં દર્શન માટે આવેલ શિવભક્ત જીગર પૂજારાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,છેલ્લા 20 વર્ષોથી હું અહી આવું છું અને મહાદેવ પાસે જે કઈ પણ માંગીએ એ મળે છે મોડું પણ પરંતુ મળે છે. શ્રાવણ મહિનામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા અને મહાદેવને રીઝવવા અહીં આવે છે 200 વર્ષ જુનું મંદિર રાજાઓ ના વખતથી છે અહીં આવવાથી શારીરિક શાંતિ, આર્થિક શાંતિ તથા માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.