ETV Bharat / state

કચ્છ LCB નો દરોડો, 17 જુગારી ઝડપાયા - Kutch LCB

ભુજ તાલુકાના ધાણેટી મમુઆરા વિસ્તારમાં વાડીમાં ચાલતી જુગાર કલબ પર પશ્ચિમ કચ્છ (West Kutch) LCB એ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. કુલ 30,5,500ના મુદ્દામાલ સાથે સંચાલક સહિત 17 જુગારીઓની ધરપકડ કરી હતી.

કચ્છ LCB નો દરોડો,  17 જુગારી ઝડપાયા
કચ્છ LCB નો દરોડો, 17 જુગારી ઝડપાયા
author img

By

Published : May 28, 2021, 10:38 AM IST

  • ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો
  • સંચાલક સહિત 17 જુગારીઓ ઝડપાયા
  • LCBએ કુલ 30,5500નો મુદ્દામાલ કબ્જે કર્યો

કચ્છઃ LCBને ખાનગી રાહે બાતમી મળેલી કે, મમુઆરા ગામે રહેતા વાલા ગોપાલ જાટિયાના કબજાની વાડીમાં અંજારના ઇબ્રાહિમ શેખ અને ભુજના પૃથ્વીરાજ સિંહ સોઢા બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે પાડેલા દરોડામાં સંચાલક સહિત 17 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે વાડીના માલિક વાલા ગોપાલ જાટીયા અને પૃથ્વીરાજ સોઢા હાજર મળ્યા ન હતા.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં પોલીસના જુગારધામ દરોડા, 6 પત્તા પ્રેમી ઝડપાયા

પકડાયેલા આરોપીઓના નામ

ઇબ્રાહિમ શેખ, માવજી ગોપાલ જાટિયા, ચતુરભાઈ સંતોકી, કાંતિભાઈ સવસાની, પરેશ શાહ, ઓસમાણ શેખ, રમજુ લધા, હુસેનશા શેખ, મનસુખ ગઢવી, દયાલાલ વણકર, નરેશ ચંદારાણા, ઇમરાન શેખ, કાસમશા ફકીર, અલ્તાફ શેખ, ધીરજ ચોટારા, હેમેનગીરી ગોસ્વામી
લક્ષ્મીચંદ ધનવાણી

એલસીબીએ કુલ 30,5,500નો મુદ્દામાલ કબ્જે કર્યો

LCBએ આરોપીઓ પાસેથી 20,7,500 રોકડ રકમ 45000 હજારની 2 બાઇક તેમજ 14 મોબાઇલ કિંમત 5,3000 મળીને કુલ 30,5,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. LCBએ તમામ આરોપીઓ સામે ધરપકડ કરી પોલીસ સ્ટેશને જુગારધારાની ( Article) કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.