રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકના જવાન, બી.એસ.એફ., એસ.ઓ.જી. દ્વારા બેલા, ધબડા, જાટાવાડા, બાલાસર લોદ્રાણી વગેરે સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શંકાસ્પદ ઇસમોની ગતિવિધિ ઉપર નજર રાખવા અને સરહદ પારથી કોઇ ઇસમો આવે તો સુરક્ષા તંત્રોને જાણ કરવા તમામ ગામના સરપંચ, અગ્રણીઓને સમજ આપવામાં આવી હતી.
આ વેળાએ અમુક જગ્યાએ નાકાબંધી પણ કરવામાં આવી હતી. બાદમાં સુરક્ષાતંત્રોની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. જેમાં એક બીજાના સંકલનમાં રહી માહિતીની આપલે, સંયુક્ત પેટ્રોલિંગ સહિતની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક અને પેટ્રોલિંગમાં બાલાસરના ફોજદાર આર.ડી. ગોજીયા, એસ.ઓ.જી.ના ફોજદાર એન.એન. રબારી, બી.એસ. એફ.ના સહાયક કમાન્ડર પ્રદીપકુમાર સેંગટ તથા સ્ટાફ જોડાયો હતો.