ETV Bharat / state

કચ્છ : જખણિયા ગામમાં હત્યા કાંડ, પતિએ પત્નીને ઝેર પીવડાવ્યા બાદ 3 પુત્રીઓને રહેંસી નાખી - કચ્છ

કચ્છના માંડવી તાલુકાના જખણિયા ગામના એક યુવાને પોતાની પત્નીને ઝેર પીવડાવીને હત્યા કરી નાખ્યા બાદ 3 બાળકીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પ્રાથમિક વિગતોમાં શ્રમિક યુવાને આર્થિક સંકળામણ અને બે પુત્રીઓની જન્મજાત બિમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાક્રમ અંગે નાસી ગયેલો આરોપી પકડાયા બાદ તમામ બાબતોની સ્પષ્ટતા થશે.

કચ્છના માંડવીમાં યુવકે પત્નીને ઝેર પીવડાવ્યા બાદ 3 બાળકીની પણ કરી હત્યા

author img

By

Published : Oct 21, 2020, 7:05 PM IST

Updated : Oct 21, 2020, 7:50 PM IST

  • કચ્છમાં યુવકે પત્ની અને 3 પુત્રીની હત્યા કરી, યુવક ફરાર
  • આર્થિક સંકળામણના કારણે હત્યા કરી હોવાનું મનાય છે
  • આરોપી શિવજી ઉર્ફે જખુ પચાણ સંઘારની શોધખોળ શરૂ
  • આરોપીએ પત્નીને ઝેર પીવડાવ્યું, 3 પુત્રીઓની તીક્ષ્ણ હથિયારથી કરી હત્યા

કચ્છઃ જખણિયા ગામના મોમાઇ માતાજીના મંદિર પાસે ડેબલી બંધ મકાનમાં આ હત્યાકાંડ થયો હતો. ગામના રહેવાસી યુવક શિવજી ઉર્ફે જખુ પચાણ સંઘારે પોતાની જ પત્ની ભાવનાને ઝેર આપી હત્યા કરી દીધી હતી. આરોપી આટલેથી ના અટકતા તેણે પોતાની ત્રણ પુત્રીઓની પણ હત્યા કરી નાખી હતી. આરોપીએ પોતાની પુત્રી તૃપ્તિ (ઉં.વ.10), કિંજલ (ઉં.વ.7) અને ધર્મિષ્ઠા (ઉં.વ.2)ની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.

જખણિયા ગામમાં હત્યા કાંડ
આર્થિક સંકળામણના કારણે હત્યા કરી હોવાનું મનાય છે

સવારે પતિ-પત્ની વચ્ચે થયો હતો ઝઘડો

આજે સવારે કોઈક કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે પતિ પોતાની હત્યા કરી નાખશે તેવો આભાસ થતા પરિણીતાએ બુમાબુમ શરૂ કરી આસપાસના લોકોને ભેગા કરી દીધા હતા. લોકોએ ભાવનાબેનને ગંભીર હાલતમાં જોતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ માંડવી ખાતે સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતા. લોકો ભાવનાબેનને હોસ્પિટલ લઈ ગયા આ વાતનો લાભ ઉઠાવી યુવકે પોતાની ત્રણેય પુત્રીની પણ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર ઘટના અંગે પાછળના કારણની પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી. કચ્છ રેન્જ ડીઆઈજી જે. આર. મોથાલિયા, પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ, ભૂજના નાયબ પોલીસ વડા જે. આર. પંચાલ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે.

જખણિયા ગામમાં હત્યા કાંડ
જખણિયા ગામમાં હત્યા કાંડ

હત્યાકાંડ બાદ આરોપીએ પણ આપઘાતનો કર્યો હતો પ્રયાસ
બનાવને પગલે દોડી આવેલા આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી યુવાન શિવજી વ્યવસાયે શ્રમિક છે. તેની બે પુત્રી જન્મજાતથી બિમાર હતી, જેમની સારવાર ચાલી રહી હતી. લોકો કહી રહ્યા છે કે કોરોના કાળના કારણે તે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આનાથી કંટાળીને તેણે તેની પત્ની અને ત્રણેય પુત્રીની હત્યા કરી નાખી હોવાનું લાગી રહ્યું છે. આ હત્યાકાંડ બાદ આરોપીએ પોતે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

પતિએ પત્નીને ઝેર પીવડાવ્યા બાદ 3 પુત્રીઓને રહેંસી નાખી

બે માસમાં કચ્છમાં હત્યાના 9 બનાવ
થોડા સમય પહેલાં એક સાથે કચ્છના બે એસપી અને રેન્જ આઈજીની બદલી થઈ છે. નવનિયુક્ત અધિકારીઓ કચ્છને સમજે અને જાણે ત્યાં સુધીના બે માસમાં કચ્છમાં હત્યાના નવ બનાવ નોંધાયા છે, જેમાં ભૂજના કુકમામાં દેશી દારૂની બાતમી મુદે યુવાનની હત્યા, ભૂજના સુખપરમાં પ્રેમી સાથે મળીને પુત્રી દ્વારા માતાની હત્યા, રાપરમાં વકીલ દેવજીભાઈની હત્યા, લખપતના ગુનેરીમાં હત્યા કરાયેલી અજાણી મહિલાની લાશ, તાજેતરમાં માંડવી નજીકના ગામમાં વાગદતાના પ્રેમના પિતા દ્વારા યૂવાનની હત્યા, ગઈકાલે ભૂજમાં ખાનગી પાર્ટી પ્લોટમાં માળીની હત્યા સહિતના બનાવો નોંધાયા છે. આ ઉપરાંત દુષ્કર્મ અને ચોરીના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.

Last Updated : Oct 21, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.