ETV Bharat / state

કચ્છ જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકોનું 92 ટકા રસીકરણ થયું પૂર્ણ - બાળકોને પ્રથમ ડોઝની કામગીરી 92 ટકા પૂર્ણ

કચ્છ જીલ્લામાં એક મહિના અગાઉ 15થી 18 વર્ષ યુવાધનને રસી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં પ્રથમ ડોઝની (In Kutch first dose operation children 92% complete) કામગીરી 92 ટકા પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ છે.

કચ્છ જિલ્લામાં 15થી 18 વર્ષના બાળકોને પ્રથમ ડોઝની કામગીરી 92 ટકા પૂર્ણ

author img

By

Published : Feb 4, 2022, 7:19 AM IST

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાની ત્રીજી લહેર (Third Wave Of Corona) હાલ કચ્છ સહિત દેશ ભરમાં ચાલી રહી છે. કોવિડ-19 સામે રક્ષણ મેળવવા માટે કોરોના વિરોધી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં રસીકરણની કામગીરી અવિરત પણ ચાલી રહી હોવા ઉપરાંત તેનો વ્યાપ પણ સતત વિસ્તરતો જઈ રહ્યો છે. કચ્છમાં 15થી 18 વર્ષના બાળકોને પ્રથમ ડોઝની (In Kutch first dose operation children 92% complete) કામગીરી 92 ટકા પૂર્ણ થતાં આરોગ્ય તંત્રની નોંધપાત્ર સિદ્ધિ રહી છે.

જાન્યુઆરી 2021થી રસીકરણ ઝુંબેશનો દેશમાં આરંભ

કોરોનાને મ્હાત આપવા માટે ભારત સરકારે સ્વદેશી રસીને લીલીઝંડી આપ્યા બાદ જાન્યુઆરી 2021થી રસીકરણ ઝુંબેશનો દેશમાં આરંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઈન વર્કર અને સિનિયર સિટીઝનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રસીકરણની કામગીરી દેશમાં જેમ જેમ આગળ ધપતી ગઈ તેમ તેમ અન્ય વય જુથના લોકોને પણ રસી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વય જૂથના બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો: 15 વર્ષ ઉપરના બાળકોના વેક્સિનેશન માટે જાણો શું છે ભાવનગર મહાનગરપાલિકાની તૈયારી

1,15,272 બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો

કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવેલ માહિતી મુજબ હાલ કચ્છમાં બૂસ્ટર ડોઝની કામગીરી ચાલી રહી છે. તેની સાથો સાથ જિલ્લામાં 15થી 18 વર્ષની વય જૂથના યુવાધનને પણ રસી અપાઈ રહી છે. રાજ્યના અન્ય વિસ્તારોની સાથો સાથ કચ્છમાં પણ 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વય જૂથના બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લામાં આ વય જૂથના અંદાજીત 1,25,179 બાળકોને રસી આપવામાં આવશે. જેમાંથી ગઈકાલ સુધીમાં 1,15,272 બાળકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

આ પણ વાંચો: જાણો કચ્છ જિલ્લામાં કઈ રીતે રસીકરણ કરવામાં આવી રહ્યું છે

કચ્છ જિલ્લામાં 15થી 18 વર્ષના વયજૂથની રસીકરણની 92 ટકા કામગીરી પૂર્ણ

રસીકરણના આંકડા મુજબ 92 ટકા કામગીરી સાથે પ્રથમ ડોઝમાં કચ્છ જિલ્લો રાજ્યમાં 10મા ક્રમે રહ્યો છે. જિલ્લાના 10 તાલુકાઓ પૈકી 6 તાલુકાઓમાં 100 ટકાથી વધારે રસીકરણની કામગીરી થઈ છે. જેમાં અબડાસા, અંજાર, ભચાઉ, લખપત, નખત્રાણા અને રાપર તાલુકાની સમાવેશ થાય છે. જ્યારે ભુજ તાલુકામાં રસીકરણની 79 ટકા, ગાંધીધામ તાલુકામાં 81 ટકા, માંડવી તાલુકામાં 94 ટકા અને મુન્દ્રા તાલુકામાં 96 ટકા કામગીરી થઈ ચૂકી છે. જિલ્લામાં ગઈકાલથી 15થી 18 વર્ષની વય જૂથના યુવાધનને રસીનો બીજે ડોઝ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.