કચ્છ : આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અંજાર તાલુકા વરસામેડી પણ અત્યારે મુંબઈથી આવીને સામખિયાળી ખાતે સરકારી કવોરન્ટાઈનમાં રહેલી 27 વર્ષિય યુવતી અને બુઢારમોરામાં અગાઉ નોંધાયેલા છ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી 19 વર્ષિય યુવતી અને ત્રણ વર્ષના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
હાલ તમામને સારવારા માટે ખસેડવા ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બુઢારમોરા અને નવાગામના બે કેસમાં અગાઉ નોધાયેલા છ પોઝિટિવ કેસ સાથે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જયારે વરસામેડીની યુવતી મુંબઈથી આવી હતી અને શનિવારે કચ્છ પહોંચી હતી જેને સામખિયાળી ખાતે સરકારી કવોરન્ટઈનમાં રખવામાં આવી હતી. અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.