- કચ્છમાં ચામડીના કુલ દર્દી પૈકી 70 ટકા વર્ષાઋતુ સબંધિત
- વરસાદમાં ચામડી, વાળ અને ફ્ંગલ ઈન્ફેકશન (Fungal infections) અને એલર્જીનું પ્રમાણ વધારે
- ચર્મરોગથી બચવા નિષ્ણાંત ડોકટર દ્વારા અપાયા ઉપાયો
કચ્છઃ જિલ્લામાં વરસાદના કારણે ચામડીના રોગ (Skin disease)માં વધારો થયો છે. અહીં લોકોમાં ચામડી સંબંધિત રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષા ઋતુ સાથે જ ચોમાસાને લગતી બીમારી પણ શરૂ થઈ જાય છે. તો ઋતુ મચ્છર, માખી અને બેક્ટેરિયા માટે જીવાદોરી સમાન છે. પરિણામે ડેન્ગ્યુ, કોલેરા અને ચિકનગુનિયા જેવા રોગનો લોકો શિકાર બની જાય છે. આ બીમારી ઉપરાંત વરસાદમાં ચામડી, વાળ અને ફંગલ ઈન્ફેકશન અને એલર્જી પણ વધારે થાય છે. અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં (G. K. General Hospital) ચામડીના રોગ (Skin disease) વિભાગમાં આવતા દર્દીઓ પૈકી આજકાલ 70 ટકા દર્દીઓ મોન્સુન સ્કિન ઈન્ફેકશનને લગતા જોવા મળે છે.
આ પણ વાંચો- સુરતમાં વરસાદના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધ્યા, હોસ્પિટલ્સમાં સુવિધા વધારાઈ
ચોમાસામાં ફ્ંગલ ઈન્ફેકશન તથા એલર્જીની સિઝન શરૂ થઈ જાય છે
આ ઋતુમાં સ્કિન હેયર અને ફ્ંગલ ઈન્ફેકશન તથા એલર્જીની સિઝન શરૂ થઈ જાય છે, જેમાં ચામડીમાં અને વાળમાં ખંજવાળ તેમ જ ચામડીનો રંગ બદલાઈ જાય છે. કારણ કે, ભેજ અને ઘરની આસપાસ ભરાતા પાણીને કારણે બેક્ટેરિયા જન્મે છે અને ચેપ લગાડે છે. વળી, પસીનાના કારણે ખંજવાળથી ચામડીમાં લાલ દાણા અને દાદર પણ થાય છે.
આ પણ વાંચો- ભાવનગરમાં શરદી,ઉધરસ,તાવની Viral infection બીમારી વકરી, ઘેરાયેલા વાદળો વચ્ચે વધ્યાં કેસ
વારંવાર થતો પસીનો ન થાય તે માટે ટેલ્ક્મ પાવડર લગાડવો
પગ-પાણીમાં પલાળવાથી તથા અંડરઆર્મમાં પસીનો, વાળમાં પસીનો રહી જાય તો ઈન્ફેકશન થાય છે પછી ડ્રાયનેસ અને ખંજવાળથી ચામડીના જુદાજુદા રોગ થાય છે. તો આના ઉપાય સ્વરૂપે બહારથી આવ્યા પછી લોકોએ સ્વચ્છ પાણીથી પગ ધોવા, વારંવાર થતો પસીનો ન થાય તે માટે ટેલ્ક્મ પાવડર લગાડવો. ન્હાયા પછી શરીરને વ્યવસ્થિત સુકાવા દેવું, ખૂલ્લા કપડાં અને ચપ્પલ પહેરવા ચર્મરોગના નિષ્ણાંત ડોક્ટરે કહ્યું હતું.
ચોમાસા એલર્જીના કારણો, લક્ષણો અને ઉપાયો
એલર્જી પણ મોસમી ચેપ છે. આમ તો, એલર્જી બારેમાસ થાય છે. પરંતુ વરસાદના કારણે ઠંડકથી કોલ્ડ ફ્લૂ, નાકમાં અને ગળામાં ખંજવાળ ઉપરાંત એક જ કપડાં વારંવાર પહેરો તો પણ થાય કેમ કે, તેમાં બેક્ટેરિયા જમા થાય છે. આ સાથે તેજ પરફ્યૂમથી પણ એલર્જી થાય છે. આંખોમાં ઘણીવાર જલન થાય એ તેની નિશાની છે. બચાવ અંગે ચર્ચા કરતાં તબીબે કહ્યું કે, વરસાદમાં ભીંજાવું નહીં, ગરમ ચીજવસ્તુ જ ખાવી, પસીનાવાળા કપડાંથી દૂર રહેવું, નમકવાળા પાણીના કોગળા કરવા અને સાફ સફાઈથી એલર્જીથી બચી શકાય છે.
જાણો શું કહ્યું ચર્મરોગના નિષ્ણાંત ડોકટરે?
ખાસ કરીને હાલમાં સૌથી વધારે ચોમાસાના કારણે દાદર જેવા ચામડીના રોગો વધારેથી રહ્યા છે. આવા રોગો માટે એન્ટિફંગલ દવા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આ રોગ માટે 1થી 3 મહિના સુધીનો કોર્સ કરવો જરૂરી છે. આથી આવા રોગોને જડથી દૂર કરી શકાય. આવા રોગોની સારવાર જલ્દી કરાવવી જોઈએ અને વચ્ચેથી સારવાર પણ બંધ કરવી જોઈએ નહીં.